આ 10 જીવલેણ રોગો ચોમાસામાં કરે છે પગપેસારો – કઈ રીતે બચશો ?

સામાન્ય રીતે ચોમાસાનો અર્થ ગરમ ચા અને ગરમાગરમ નાસ્તો, બેકગ્રાઉન્ડમાં વાગતું રેટ્રો મ્યુઝિક અને બારીના કાચ પર વરસાદની બૂંદો એવો કરવામાં આવે છે. પરંતુ ઘરની બહાર નિકળતા જ કોઇ કોઇ તસવીર જેવી આ સ્થિતિ જાણે બારીમાંથી બહાર નિકળી જાય છે. વરસાદનું વાતાવરણ સરસ તો હોય છે પણ તે બિમારીનો પ્રકોપ પણ લાવે છે. તમારે વરસાદમાં થતા 10 એવા રોગો વિશે જાણવાની જરૂર છે જે આ ચોમાસામાં થઇ શકે છે. કેટલાંક રોગો એવા છે જેનો ઇલાજ શક્ય છે અને બાકી તમારાં જીવને જોખમ પેદા કરી શકે છે.

 

મેલેરિયા

ચોમાસામાં સૌથી વધારે જે બિમારી થવાની શક્યતા છે તેમાં મેલેરિયા પહેલા નંબરે છે. માદા એનોફેલિઝ મચ્છર મલેરિયાના કારણે બને છે, તે સામાન્ય રીતે પાણી ભરાતા હોય તેવા ક્ષેત્રોમાં પ્રજનન કરે છે. તેથી મેલેરિયાથી બચવા માટે તમારી પાણીની ટાંકીને સાફ કરતા રહો. મેલેરિયાના સામાન્ય લક્ષણો છે – તાવ, કંપન, માંસપેશીઓમાં દર્દ અને કમજોરી છે.

ડાયરિયા

આ ચોમાસામાં થતો સૌથી સામાન્ય રોગ છે, જે અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે. ડાયરિયાના બે મુખ્ય પ્રકાર છે – તીવ્ર ડાયરિયા અને ક્રોનિક ડાયરિયા. આ બંનેને રોકી શકાય છે અને તેમના ઇલાજ પણ સંભવ છે. આંતરડાંની સમસ્યા રોકવા માટે યોગ્ય સ્વચ્છતા જાળવો, ભોજન લેતા પહેલા હાથ ધૂઓ અને પાણી ઉકાળીને પીવો.

ડેન્ગ્યુ

ડેન્ગ્યુનો તાવ મચ્છરોના કારણે થતો એક રોગ છે, જેના સામાન્ય લક્ષણ તાવ, શરીરમાં દર્દ, સાંધાનો દુઃખાવો અને શરીરમાં દાણા થવા છે. આ મચ્છરથી બચવા માટે ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો અને પોતાને કપડાંથી ઢાંકેલા રાખો.

ચિકનગુનિયા

ચિકનગુનિયા સંક્રમિત એડીઝ એલબોપિક્ટસ મચ્છરોને કરડવાથી થાય છે. આ મચ્છર રોકાયેલા પાણીમાં પ્રજનન કરે છે અને દિવસના અજવાળામાં કરડે છે. ચિકનગુનિયાના સામાન્ય લક્ષણોમાં અચાનક થતો તાવ છે જેના કારણે સાંધાનો દુઃખાવો થાય છે. ચોમાસાની આ બિમારીથી બચવા માટે પાણીના કન્ટેનરને નિયમિત રીતે સાફ કરો અને ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો.

ટાઇફોઇડ

ટાઇફોઇડ એક પાણીથી થતો રોગ છે જે ચોમાસા દરમિયાન વધારે થાય છે. ટાયફી બેક્ટેરિયા ટાઇફોઇડ ફેલાય છે. જે દૂષિત પાણી અથવા ભોજનના માધ્યમથી ફેલાય છે. અસ્વચ્છતા પણ આ બિમારીને ફેલાવવાનું કામ કરે છે. ટાઇફોઇડના સામાન્ય લક્ષણ છે – તાવ, માથાનો દુઃખાવો, દર્દ અને ગળામાં દુઃખાવો. આ બિમારીને બચવા માટે નિયમિત રીતે પોતાના હાથ ધોયા અને સડકના કિનારે ભોજન અથવા પાણી પીવાથી બચો અને વધારે માત્રામાં સ્વસ્થ તરલ પદાર્થ પીવો.

વાઇરલ

તાવ જો કે વાઇરલ છે જે દરેક સિઝનમાં થાય છે, પરંતુ ચોમાસા દરમિયાન તે વધારે થાય છે. વાઇરલ તાવના સામાન્ય લક્ષણ હળવા તાવથી લઇને ગંભીર તાવ સુધી થાય છે. જે શરદી અને ખાંસીની સાથે 3થી 7 દિવસો સુધી રહે છે.

કોલેરા

કોલેરા ચોમાસાની એક ઘાતક બિમારી છે. જે સામાન્ય રીતે દૂષિત ભોજન અને પાણીના કારણે થાય છે. કોલેરાના કારણે ગંભીર ડાયરિયા કોલેરાના સામાન્ય લક્ષણ છે. સાફ પાણી પીને અને સ્વસ્છતા રાખીને તમે કોલેરાથી બચાવી કરી શકો છો.

લેપ્ટોસ્પાઇરોસિસ

લેપ્ટોસ્પાઇરોસિસ વેલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. જે ગંદા પાણી અથવા ગંદા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લેપ્ટોસ્પાઇરોરસિસના સામાન્ય લક્ષણ છે – માથાનો દુઃખાવો, માંસપેશીઓનો દુઃખાવો, તાવ, કંપન અને સોજા. ચોમાસામાં આ બિમારીથી બચવા માટે બહાર ફરતી વખતે તમારાં પગને ઢાંકીને રાખો અને દરેક પ્રકારના ઘાને યોગ્ય રીતે સાફ કરો.

કમળો

કમળો વાઇરલ સામાન્ય રીતે દૂષિત પાણી અને ભોજનના કારણે ફેલાય છે. કમળોના લક્ષણ કમજોરી, પીળું મૂત્ર, ઉલટી અને યકૃત રોગ છે. આ મોનસૂન પીલિયા રોગથી દૂર રહેવા માટે ઉકાળેલું પાણી અને સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચો.

પેટનું ઇન્ફેક્શન

ચોમાસું પોતાની સાથે ગંભીર પેટનું ઇન્ફેક્શ જેમ કે ગેસની સમસ્યા પણ લાવે છે. જેના કારણે ઉલટી, ઝાડા, ડાયરિયા અને પેટમાં દર્દ થઇ શકે છે. પેટની સમસ્યાથી બચવા માટે રોડ સાઇડ ફૂડ ખાવાથી બચો, ઉકાળેલું પાણી પીવો અને વધારે માત્રામાં તરલ પદાર્થ પીવો.

જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

સંકલન: નરેશભાઈ (જામનગર)

Leave a Reply

error: Content is protected !!