Mojemoj.com

Best Gujarati Blog

ગુજરાતથી 500 રૂપિયા લઈને નિકળેલ ભાયડો એટલે ગ્રેટ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી

કહેવાય છે કે ગુજરાતના નાનકડા ગામડેથી ધીરુભાઈ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ખિસ્સામાં 500 રૂપિયા હતાં. ત્યારબાદ એમણે રૂ.500 માંથી અરબો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યું.

“જો તમે તમારાં સપના પૂરા કરવાની કોશિશ નહીં કરો તો બીજા લોકો તમને એમનાં સપના પૂરા કરવાનાં કામે લગાડી દેશે.”
ઉપરના શબ્દો દેશનાં જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીએ કહેલા છે.


પોતે જોયેલા સપના સાકાર કરનાર એક સફળ ઉદ્યોગપતિ એટલે ધીરુભાઈ અંબાણી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 40મી વાર્ષિક સભામાં મુકેશ અંબાણીએ કંપનીની પ્રગતી અને સફળતા માટે બધો જ શ્રેય પોતાના પિતાને આપ્યો.

ધીરુભાઈ અંબાણીએ ભારતના વેપાર-ઉદ્યોગને એક નવી દિશા આપી. એક ભજીયા વેચનાર સામાન્ય માણસ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ ગયો. ભજીયા વેચનાર માણસ બની ગયો “બિઝનેસ ટાઈકૂન”. ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણી ગુજરાતના સામાન્ય શિક્ષક પરિવારમાં 28 ડિસેમ્બર 1932ના રોજ જન્મ્યા હતાં. એમણે ફક્ત હાઈસ્કુલ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ પોતાની મહેનત, લગન અને દ્રઢ સંકલ્પથી પોતાના સપના પૂરા કર્યા.

પોતાના શરૂઆતનાં દિવસોમાં ધીરુભાઈ અંબાણી જૂનાગઢ માં માઉન્ટ ગિરનાર પર આવનાર તીર્થયાત્રીઓ ને ભજીયા વેચતા. ત્યારબાદ યમનનાં એડેન શહેર માં “એ. બેસ્સી એન્ડ કંપની” માં રૂ.300 પ્રતિમાસના પગારે એમણે કામ કર્યું અને પછી ભારત પાછા આવ્યાં.

રૂ.500 લઈને આવ્યાં હતાં માયા નગરી

વર્ષ 1966માં ધીરુભાઈ અંબાણીએ ગુજરાતનાં નરોડામાં પહેલી ટેક્સટાઈલ મિલની સ્થાપના કરી. લગભગ 14 મહિનામાં જ દસ હજાર ટન પોલિએસ્ટર યાર્ન ઉત્પાદન પ્લાન્ટ બનાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો. ત્યારબાદ ધીરુભાઈએ “વિમલ”‘ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. આર્થિક પરિસ્થિતિને કારણે ધોરણ-10 થી વધું નહીં ભણેલ યુવાન જાણી ગયેલ કે શેર માર્કેટને આપણાં પક્ષમાં કેમ કરવું. આજે શેર માર્કેટમાં એમનું નામ ખૂબ જાણીતું છે.

70 કરોડ થી 70 હજાર કરોડની સફર

ધીરુભાઈ અંબાણીની મહેનત અને વિઝનથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે આસમાને પહોંચી છે. 1976 માં 70 કરોડ રૂપિયાની કંપની 2002માં 75000 કરોડ ની બની ગઈ. કંપનીના આ જબરદસ્ત ગ્રોથને કારણે દુનિયાની 500 મોટી કંપનીમાં નામ સામેલ થયુ. વિશ્વની મોટી કંપનીમાં સૌપ્રથમવાર નામના મેળવનાર રિલાયન્સ ભારતની એકમાત્ર કંપની છે.

વર્ષ 2006 માં દુનિયાની ધનિક વ્યક્તિઓનાં નામની ફોર્બ્સ યાદીમાં ધીરુભાઈએ 138મું સ્થાન મેળવ્યું હતુ. આ સમયે એમની સંપતિ 2.9 બિલિયન ડોલર હતી. એ જ વર્ષે 6 જુલાઈના રોજ શ્રી ધીરુભાઈ અંબાણીએ દુનિયાને અલવિદા કહીં દીધું.

આપણે આજે પણ ધીરુભાઈએ ઉગાડેલા વિકાસનાં આંબાની મીઠી કેરી ખાઈએ છીએ.

સંકલન – ઈલ્યાસભાઈ

ધીરુભાઈ ના જીવનચરિત્ર પર ગુજરાતીમાં પુસ્તકો પણ લખાયેલા છે. આ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!