શ્રાવણ મહિનામાં ચટપટી ફરાળી ભેળ કઈ રીતે બનાવશો?

શ્રાવણ મહિનો હોય, ઉપવાસ હોય કે ના હોય… ફરાળી વાનગીઓ તો માનવાની જ. આજે આપણે ફરાળી ભેળ કઈ રીતે બનાવીશું અને એ પણ એટલી ચટપટી કે રોજ ખાવાનું મન થઇ જશે.

ફરાળી ભેળ બનાવવા માટેની જરૂરી સામગ્રી :

સાબુદાણા ૧૫૦ ગ્રામ, બટેટા ૨૫૦ ગ્રા.,
કાજુ-દ્રાક્શ ૨૫ ગ્રામ, શીંગદાણા ૧૦૦ ગ્રામ, લીમડો બે ડાળખી, મરચા ૫ નંગ, ખાંડ ૩ ચમચી,
મીઠું-તેલ પ્રમાણસર, લીંબુ ૨ નંગ, કોથમીર ૧ વાટકી.

ફરાળી ભેળ બનાવવાની સરળ રીત :
(૧) બટેટાને બાફીને છોલી નાખો. તેના નાના નાના પીસ કરો.

(૨) સાબુદાણા ધોઇને ચાર કલાક પલાળી રાખો. પછી તેલમાં તળી લો.

(૩) કાજુ કીસમીસ પણ તળી લો. સીંગદાણા તળી લો. મરચાના પીસ કરીને તળી લો.

(૪) એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરી લીમડો નાખીને બટેટાને પીસ સાંતળી લો. તેમાં મીઠું, ખાંડ, મરચા અને લીંબુનો રસ નાખો.

(૫) ઉપરની બધી સામગ્રી મીક્સ કરો તેમાં દળેલી ખાંડ-મીઠુ અને લીંબુનો રસ નાખો. (૬) છેવટે કોથમીર સમારેલી નાખીને સર્વ કરો.

(૭) ગળી ચટણી નાખવી હોય તો સાથે આપો……

ચાલો તો ચટપટી મોજ આવી જાય એવી ફરાળી ભેલ તૈયાર છે.

જો તમારી પાસે બીજી ફરાળી વાનગીઓ ની રેસીપી હોય તો અમને ચોક્કસ મોકલજો. ઈમેઈલ [email protected] પર મોકલી આપો.

એન્જોય શ્રાવણ.

Leave a Reply

error: Content is protected !!