ચટપટી – મોં માં પાણી લાવી દેનાર ફરાળી સેવપુરી બનાવતા શીખીએ

શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બહેનો ફરાળી આઈટમની યાદી અને બનાવવાની રીત શોધવામાં લાગી જતા હોય છે. કેમકે બહેનોના પતિદેવો ઉપવાસ કરે તો ખરા પણ ભૂખ્યા નથી રહી શકતા…

કઈ નહિ, ભગવાન કોઈને ભૂખ્યા રહેવાનું નથી કહેતા, એ તો ફક્ત એટલું કહે છે કે જે કરો એ શ્રદ્ધા થી કરો. તો ચાલો, મહાદેવ પર ની શ્રદ્ધાથી કરેલા તમારા પતિદેવના ઉપવાસ નિમિતે આજે એમને ચટાકેદાર ફરાળી સેવપુરી ખવડાવીએ.

ફરાળી સેવપુરી બનાવવા જોઈતી સામગ્રી:

૧ વાટકી રાજગરાનો લોટ
૧ નંગ બફેલો બટાકો
૨ ચમચી મરચું
તેલ તળવા માટે
મીઠું સ્વાદાનુસાર
દાડમના દાણા
બટાકાની સેવ
ગ્રીન ચટણી
દહીં
ફુદીનાની ચટણી
રાજગરાની પૂરી

ફરાળી સેવપુરી બનાવવાની રીત :

રાજગરાની પૂરી પર બાફેલા બટાટાના ટુકડા કરી મુકવા. જીરું-મીઠું નાખેલું મોળું દહીં પાથરવું. તેના પર ફુદીનાની ચટણી અને ગ્રીન ચટણી નાખવી. તેના પર બટાકાની સેવ નાખવી. દાડમના દાણા નાખી સર્વ કરવું.

બસ, આટલું કરો એટલે તમારા ઘરના મહાદેવ રાજીના રેડ થઇ જશે. જો તમને આ રેસીપી ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

સોર્સ: વિશ્વગુજરાત

Leave a Reply

error: Content is protected !!