ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભગૃહ કેવું હોવું જોઈએ ? – ગર્ભસંસ્કારની અમુલ્ય વાતો
બાળઉછેર પહેલા દરેક માતાએ જે વસ્તુનું જ્ઞાન લેવું જરૂરી છે એ છે ગર્ભસંસ્કાર.
– બાળકના અવતરણ માટે આપણે જેમ શરીરને અંદર-બહારથી તૈયાર કરીએ છીએ એ જ રીતે ઘરમાં શક્ય હોય તો એક ઓરડો તૈયાર કરવો જોઈએ.
– આ ઓરડામાં શક્ય હોય તો પતિ-પત્ની સિવાય અન્ય માટે પ્રવેશ નિષેધ રાખવો.
– આ ઓરડામાં તમારા આરાધ્યની છબી, તમને ગમતા વ્યક્તિઓની તસ્વીરો અને સુંદર વિચારો લખેલા પોસ્ટર લગાવી શકાય.
– દરરોજ ઘીનો એક દીવો અને અગરબતી કરીને બંને જણાએ 5 મિનિટ માટે શાંતિથી બેસીને પ્રાથના કરવી.
– આ ઓરડાની શુધ્ધતા જળવાય રહે એવા શક્ય બધા જ પ્રયત્નો કરવા.
– દીવાલોનો કલર ખૂબ ભભકાદાર ના હોય એ ઇચ્છનીય છે, વધુ ફર્નિચરની જરૂર નથી પણ ઓરડો સરળ – સુખડ અને સ્વચ્છ હોય એ જરૂરી છે.
– આ ઓરડામાં સંગીત વગાડી શકાય એવી સુવિધા મળે તો ઉત્તમ ગણાશે. સંગીત પણ ખૂબ ધીમા અવાજે સંભાળવું જોઈએ. ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભજનો સાંભળી શકાય. આ ઉપરાંત ઘણા ધર્મગ્રંથના સ્લોકના પઠન બજારમાં ઉપલબ્ધ છે, એ પણ સાંભળી શકાય.
– આ ઓરડામાં પતિ-પત્નીએ શક્ય હોય તો સંઘર્ષ ટાળવો જોઈએ.
– પ્રેગનન્સી પ્લાન કરીએ ત્યારથી આ પ્રકારનો ઓરડો તૈયાર કરવો જોઈએ. અને પ્રેગનન્સી વિષેની ચર્ચા અને નિર્ણયો આ ઓરડામાં જ લેવાય એ વધુ ઉત્તમ ગણાશે. કારણ કે આમ કરવાથી એ ઓરડાની પવિત્રતા અને પોજીટિવિટી વધશે અને એનો આનંદ માં-બાપ અને બાળક એમ ત્રણેયને મળશે.
‘ગર્ભસંસ્કાર’ (લેખક : ડૉ. દેવાંગી જોગલ) પુસ્તકમાંથી
આ અદ્ભુત પુસ્તક ઘરે બેઠા મળી શકે છે. તમારી પત્ની, બહેન કે મિત્રોને લગ્ન પ્રસંગે, બેબી શાવર કે અન્ય પ્રસંગમાં ભેંટ આપવા માટેનું બેસ્ટ પુસ્તક મેળવવા વોટ્સએપ કરો +917405479678 અથવા અહી ક્લિક કરો
This Article is Protected with Copyright © 2017 with Author of This Book. All rights reserved.