ઘરમાં વહુ આવીને અશાંતિ સર્જે છે – આ વાત ખોટી છે – સમજવા જેવી વાત વાંચજો
એ ખોટો આક્ષેપ છે અને તેમાં બદલાની ભાવના રહેલી છે… સાસુ બનનાર માટે, જેઠાણી-દેરાણી બનનાર માટે, નણંદ બનનાર માટે અને સસરા,જેઠ,દિયર, ભત્રીજા-ભત્રીજી માટેય ખરુ…અમુક કિસ્સામાં પતિ બનનાર પણ જવાબદાર હોય છે.
મોટેભાગે તો સ્ત્રી એ પોતાના પિતાનુ ઘર છોડીને પતિના ઘરે એટલેકે પહેલી નજરે પારકા ઘરે, તદ્ન નવા વાતાવરણમાં જતી હોય છે. તે વરસોની આદત-સંસ્કાર કે જે બાળપણથી મળ્યા હોય-માણ્યા હોય તેને પલભરમાં બદલી શકતી નથી, નવુ જાણે-શીખે તોય જુનુ ભુલાવી નથી શકતી.
આમ નવા વાતાવરણમાં સેટ થતા તેને વાર લાગેજ… જેમાં ક્યારેક ભુલ પણ થઇ જાય તો સાસરામાં તે ભુલથી ના ટેવાયેલા કે પછી પોતાના સંબંધનુ આધિપત્ય બતાવવાના ઇરાદે તે ભુલને ક્ષમ્ય ગણવાને બદલે તેને પકડી રાખી તેનો ઇસ્યુ બનાવે છે, જે પેલી સ્ત્રીને નાનમ માં રાખે કે, શરમિંદી બનાવે કે પછી વારંવારની રોક ટોકથી નફ્ફટ બનાવે છે. અને વધારે પડતા દબાણ-ધાક-રોક ટોકથી વિપરીત અસર પડતા તેવી ભુલો ફરી રિપટ થતી રહે છે.
ક્યારેક ભુલ ના હોય તોય બદલાની ભાવનાથી, પોતાના પર વિત્યુ હોઇ, કે સંબંધની ખોટી મહત્તા બતાવવા નાની વાતોને મોટી કરવામાં આવે છે.તો ક્યારેક લાલચમાં આવી તેણીના ઘર-પિયર માંથી પૈસા પડાવવા માટેય ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.તો ક્યારેક અજાણતા રહીનેય, લાગણી-પ્રેમના નામે તેનો ગેરલાભ ઉઠાવાય છે.( ખાસ કરીને નણંદ-દિયર દ્વારા).
જયારે પતિ પણ કુટુંબના પ્રભાવમાંથી બહાર આવીને પોતાની પત્નિને સમજવાનો પ્રયત્ન ના કરે અને પત્નિ કરતા ઘરની વહુ તરીકેજ વધારે જુવે, ત્યારે અપેક્ષામાં ઓછી ઉતરતા પણ સ્ત્રી તો શું પુરુષ પણ બળવો પોકારવા મજબુર થઇજ જાય.
હવે આ બધામાં સહેજ પણ ઓછપ રહેતા કે માંગણી ના સંતોષાતા એવુ ઠરાવવામાં આવે છે કે “વહુ અશાંતિ સર્જે છે.”
તો ક્યારેક “વહુ” પણ માથાભારે હોય તો પોતાનુ વર્ચસ્વ બતાવવા સાસરા વાળાને હેરાન પણ કરતી હોય છે. અને તે રીતે અશાંતિ સર્જતી હોય છે.
આવા કિસ્સા મોટેભાગે ત્યારેજ બને કે કુટુંબ મોટુ હોય-સંયુક્ત હોય. જો કે સંયુકત કુટુંબના ફાયદા પણ છે જ, પરંતુ અહીં “વહુ અશાંતિ સર્જે છે” તે વાત જ જોવાની છે.
એટલે ઘર વાળાએ દિકરા માટે પત્નિ શોધવાની હોય તો પહેલા દિકરાની પત્નિ શોધવાની છે પછી ઘર માટે વહુ… ભલેને જોઇન્ટ ફેમિલી હોય…. અને તે પછી પણ જ્યારે તે ઘરમાં આવે ત્યારે પહેલા તો દિકરા પુરતીજ તેની જરુરીયાતો જોવી જોઇએ… સમય જતા તેને ઘરની જરુરીયાત માટે કહેવુ જોઇએ.
આજ ના જમાના માં તો ખાસ, કેમ કે સદ્નસીબ ગણાય કે દિકરાની વહુ તેના કુટુંબીઓ શોધે છે. બાકી તો આશિર્વાદ જ આપવાનુ કામ બાકી રહે.
એટલે “વહુ અશાંતિ સર્જે છે” તે માન્યતા તદ્ન ખોટી છે… તેવુ કહેનારે યાદ રાખવુ જોઇએ કે “કભી સાંસ ભી બહુ થી..”
– મુકેશભાઈ રાવલ