હૈદરાબાદના મીરચોકમાં છેલ્લા ૩૫ વર્ષથી ક્રિસ્ટોફર નામના યુવાન વિષે વાંચવાનું ચૂકશો નહિ

જો તમે હૈદરાબાદમાં છો તો ત્યાં મીર ચોક નામનાં વિસ્તારમાં તમને 55 વર્ષનો “નૌજવાન” રસ્તા પર દેખાય શકે. જે નાના બાળકો કે વૃદ્ધ લોકોને ટ્રાફિકમાં રસ્તો ઓળંગવામા મદદ કરતો હોય. એ નૌજવાન ભાઈનું નામ ક્રિસ્ટોફર છે. હૈદરાબાદના ટ્રાફિક અને ભીડવાળા વિસ્તારમાં તેઓ છેલ્લા 35 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે આ સેવાકાર્ય કરી રહ્યાં છે. તેમને બધાં “લડડૂભાઈ” કહી બોલાવે છે.

ડેક્કન ક્રોનીકલ નામનાં અંગ્રેજી દૈનિક સમાચાર-પત્રમાં ક્રિસ્ટોફરની આ દૈનિક કામગીરી વિશે ખાસ નોંધ લેવાઈ છે.
તેમની આ સરાહનીય કામગીરી ફ્લોરેટ સ્કુલેથી સવારે 8 વાગ્યાથી શરૂ થાય છે. આ સ્કુલ તેમનાં ઘરથી નજીક છે. ત્યાં નાના વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશે જાણકારી અને રસ્તો ઓળંગવામા મદદ કરે છે. લડડૂભાઈ ફરી સાંજે 4 વાગ્યે આવે છે અને નાના-નાના મિત્રોને ઘરે સુરક્ષિત પહોંચવામાં મદદ કરે છે. એ એટલાં લોકપ્રિય છે કે, અમુક બાળકો તો ખાસ લડડૂભાઈની રાહ જોવે છે. લડડૂભાઈ આવે પછી જ ઘરે જાય છે.

ક્રિસ્ટોફરભાઈ કહે છે કે આ કાર્ય કરવાથી મને આનંદ મળે છે. મેં ભાડા પેટે આપેલ મારી ચાર દુકાનથી એટલી આવક થઈ જાય છે કે ખૂબ જ સારી રીતે અમારાં ઘર-પરિવારનો માસિક ખર્ચ નીકળી જાય છે. અમે ખુબ જ ખુશ છીએ.
મને ઘણીવાર નાના બાળકો આભાર વ્યકત કરવા માટે ચોકલેટ અને મીઠાઈ આપે છે. પણ હું કોઈપણ વસ્તુ સ્વીકારતો નથી.

ટ્રાફિક પોલીસ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યુ છે. ક્રિસ્ટોફર વધું સારી રીતે અને સુરક્ષિત રીતે આ કાર્ય કરી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્રારા એક સીટી અને માસ્ક પણ આપવામાં આવ્યુ છે.

ટ્રાફિક નિયમન વિશેનાં તેમનાં જ્ઞાન અને કામગીરીથી પ્રભાવિત થઈ ટ્રાફિક પોલીસ અને રાહદારીઓ તેમની પાસેથી પ્રેરણા લે છે.

સલામ છે ! લડડૂભાઈને અને તેમનાં કાર્યને.

Leave a Reply

error: Content is protected !!