સ્માર્ટફોન ને લગતી કેટલીક રસપ્રદ વાતો
આપણે દિવસ આખો સ્માર્ટફોન સાથે હોઈએ છીએ. કદાચ આપણા પરિવાર ને એટલો સમય નથી આપતા જેટલો સમય આપણા ફોન ને આપીએ છીએ. ત્યારે આ અમુક રસપ્રદ વાતો વાંચવી જ રહી.
- Oppo અને Vivo બન્ને સગ્ગા ભાઈ છે. Oppo અને Vivo આ બન્ને મોબાઈલ ફોન બનાવતી કંપની નો માલિક એક જ છે..આ સ્માર્ટ માર્કેટિંગનું ઉત્તમ ઉદાહરણ છે.
- મોબાઈલને Aeroplane Mode કે Flight Mode માં રાખી ચાર્જ કરશો તો મોબાઈલ બેટરી ઝડપથી ચાર્જ થશે.
- Infrared (ઇન્ફ્રારેડ) એ મોબાઈલનું એક એવું ફીચર છે કે જેનાં દ્રારા મોબાઈલનો રિમોટ કન્ટ્રોલ તરીકે ઉપયોગ કરી શકાય. જેનાં દ્રારા TV, Set top box, AC વગેરે કન્ટ્રોલ કરી શકાય.
- સ્માર્ટફોનની દુનિયામાં ક્રાંતિ લાવનાર મિ.સ્ટીવ જોબ્સ એ કેલિગ્રાફી નો કોર્ષ પણ કર્યો હતો.
- જાણીને નવાઈ લાગશે કે યુરિન થી મોબાઈલ ચાર્જ થશે. વૈજ્ઞાનિક આવી રીત વિકસાવી રહયા છે.
- દુનિયામાં 4 અબજથી વધુ લોકો મોબાઇલ ફોન ધરાવે છે. પરંતુ માત્ર 3.5 અબજ ટૂથબ્રશનો ઉપયોગ કરે છે.
- મોબાઈલમાં ફોટો એડિટિંગ કે સુધારા વધારા કરવામાં રસ હોય તો Google ની જ એક એપ્લિકેશન છે. જેનું નામ છે Snapseed (એકદમ સરળ છે)
– ઈલ્યાસ બેલીમ