કરિયાણાની દુકાન ધારકના દીકરા ભારતના ૧૪ માં રાષ્ટ્રપતિ – રામનાથ કોવિંદની જાણી અજાણી વાતો

ભારત દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે ગઈ કાલે શ્રી રામનાથ મૈકુલાલ કોવિંદ નિશ્ચિત થયા છે ત્યારે એમને ખુબ ખુબ અભિનંદન અને જાણીએ એમના વિશેની થોડી રસપ્રદ વાતો.

  1. રામનાથ કોવિંદ નો જન્મ ૧૯૫૪નિ ૧લિ ઓક્ટોબરે કાનપુર પાસેના પરોન્ખ ગામે થયો હતો. એમના પિતા મૈકુલાલ કરિયાણાની દુકાન ચલાવતા હતા. બ્રાહ્મણ અને ઠાકુરોની બહુમતી ધરાવતા એ ગામમાં દલિતો માટે જીવન થોડું મુશ્કેલ હતું.
  2. રામ્નાથનું ગામ ઘણું પછાત હતું, માટે સ્કુલકાળમાં તેઓ રોજ આઠ કિલોમીટર ચાલીને ભણવા જતા હતા. પછી આગળનું શિક્ષણ એમને કાનપુરમાંથી લીધું છે. બી.કોમ. અને એલ.એલ.બી. થયેલા છે આપણા ૧૪માં રાષ્ટ્રપતિ.

  1. ૧૯૭૦ન દાયકામાં તેઓ તત્કાલીન પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકે જોડાયા હતા. ૧૯૯૪મ તેઓ સાંસદ બનીને રાજ્યસભામાં પ્રવેશ્યા.
  2. રામનાથજી શાકાહારી ભોજન જ પસંદ કરે છે.

  1. એડવોકેટ થયા પછી તેમણે વર્ષો સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટીસ કરી હતી. કેન્દ્ર સરકાર વતી તેમણે અનેક કેસો લડ્યા છે.
  2. પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટનો ઉપયોગ કરી તેમણે પોતાના ગામને રોડ-રસ્તા, વીજળી-પાણી જેવી સુવિધાઓ અપાવી છે. ગામમાં તેમનું ઘર છે, જે હવે ખંડેર હાલતમાં છે. જોકે પરિવારના અન્ય સભ્યો ગામમાં હજુ પણ સાદગીપૂર્ણ રીતે રહે છે.
  3. ભાજપમાં જોડાયા પછી તેમને અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે નીકટના સંબંધો હતા. ભાજપમાં તેઓ એસ.સી.-એસ.ટી. મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે.
  4. ૧૯૯૧ થી તેઓ ભાજપમાં છે. રામનાથજી  સંઘ સાથે પણ જોડાયેલ હોવાનું કહેવાય છે, પણ હકીકતે તેઓ આર.એસ.એસ.ના સભ્ય રહ્યા નથી કે ક્યારેય શાખામાં ગયા નથી.

  1. તેમના પરિવારમાં પત્ની સવિતા, પુત્ર પ્રશાંત અને પુત્રી સ્વાતી છે.
  2. બિહારના રાજ્યપાલ હતા ત્યારે તેમણે આખા મંત્રીમંડળ માટે ‘ચાણક્ય’ નાટકનો શો રખાવ્યો હતો.

સોર્સ: ગુજરાત સમાચાર

Leave a Reply

error: Content is protected !!