આ પિતૃભક્ત દીકરી વિષે દરેક હિન્દુસ્તાનીએ વાંચવું જ રહ્યું

જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી; અને એક ચોપડી અને એક થેલી આપી ગઈ. નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો. એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી; જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા. પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી.

આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર; અને પોતે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ બાઈ કોણ હતી?

એ હતાં – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી – મણીબેન પટેલ.

એમનો જન્મ ૩જી એપ્રિલ, ૧૯૦૩માં થયો હતો. એમણે શાળા અભ્યાસ મુંબઈમાં કરી આગળ ગુજરાતમાં ભણ્યાં હતાં.

ગાંધીજીના કાર્યથી ખુબ જ પ્રભાવિત થઈ, તે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ૧૯૧૮માં જોડાયાં; અને ૧૯૪૨-૪૫ના સમયગાળામાં યરવડા જેલમાં પણ કેદી બન્યાં હતાં.

હમ્મેશ પિતાની સાથે ને સાથે જ

મણીબેને એમનું જીવન પોતાના પિતા સરદાર વલ્લભભાઈની સેવામાં અર્પણ કરી દીધું હતું. એમણે સરદારના સેક્રેટરી તરીકે સરદાર જીવ્યા ત્યાં સુધી સેવા આપી હતી. એમની જરૂરિયાતોની નાનામાં નાની બાબતો એ ધ્યાનમાં રાખતા. ગાંધીજીનું અવસાન થયું અને બે માસમાં સરદાર પટેલને હૃદય રોગનો હુમલો આવ્યો; ત્યારે એમણે આપેલી તરત સારવાર કારણે સરદાર બચી ગયા હતા.

૧૯૫૦માં પિતાજી સરદાર વલ્લભભાઈ ગુજરી ગયા; પછી ઉપર જણાવેલ સમર્પણ કરી, મણીબેને દિલ્હી છોડી દીધું હતું.પણ બાકીના જીવન દરમિયાન, સામાજિક સેવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. એઓ લોકસભા તેમજ રાજ્યસભાના સભ્ય બન્યાં હતાં અને કોંગ્રેસ સંસ્થામાં સતત સેવા આપી હતી. અનેક “ચેરીટેબલ” સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. એઓ સાદાઈ અને સત્યપ્રેમી નારી હતા. જે સંસ્થા સાથે એમણે કાર્ય શરૂ કર્યું તેમાં રસ લઈ નિસ્વાર્થ સેવા આપી હતી.”સરદાર પટેલ મેમોરીઅલ ટ્રસ્ટ”માટે અગત્યની જવાબદારી સંભાળી,સેવા આપી હતી. એમનું યોગદાન શિક્ષણ છેત્રે પણ કમ ના હતું. અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે સેવા કરવા એઓ જોડાયેલા હતા. એમાં સમાવેશ થાય છે (૧) ગુજરાત વિધ્યાપીઠ (૨) વલ્લભ વિધ્યાનગર (૩) બારડોલી સ્વરાજ આશ્રમ અને (૪) નવજીવન ટ્રસ્ટ.

એમના જીવનના પાછળના દિવસો તેમણે અમદાવાદમાં ગાળ્યા હતા. આંખે બરાબર જોઈ શકાતું ના હતું અને રસ્તે ચાલતાં પણ તકલીફ પડતી હતી. ઈ.સ. ૧૯૯૦ માં તેઓ અવસાન પામ્યાં હતાં.

જય સરદાર!!

સોર્સ: શબ્દ સમ્રાટ ફેસબુક

Leave a Reply

error: Content is protected !!