ડીનરમાં આજે નટી કાજુપનીર કરી બનાવો – પતિદેવ ને ખુશ કરી દો

રાજકોટ થી પ્રદીપભાઈએ મોકલેલ આ કાજુ પનીર કરી આજે ડીનરમાં બનાવો અને જુવો આખો પરિવાર આંગળીઓ ચાંટશે.

સામગ્રી : ૪ વ્યક્તિ માટે
૨૦૦ ગ્રામ પનીર કયૂબ
૧૦૦ ગ્રામ કાજુ, રોસ્ટેડ
૧૦૦ ગ્રામ કાજુ, બદામ અને અખરોટની પેસ્ટ
૧ કપ કોકોનટ મિલ્ક (ઘાટું)
૧ નંગ લાલ કેપ્સિકમ, મીડિયમ સાઇઝનું
૨ નંગ ડુંગળી , બારીક સમારેલી
૧/૨ ચમચી હળદર પાવડર
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
૨ ચમચા તેલ
૨ ચમચી આદુ-લસણ ની પેસ્ટ
૧ નાની ચમચી જીરૂ
૧/૨ ચમચી, તાજો વાટેલો સફેદ મરી પાવડર
મીઠું, સ્વાદ અનુસાર

 

રીત :
સૌ પ્રથમ પનીરના ટૂકડાં કરી લો.
કેપ્સીકમ પણ નાના ટુકડામાં સમારી લેવું.
નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરું નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યાર પછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો. એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા ઉમેરી બે-ત્રણ મિનીટ સુધી પાકવા દેવું.
હવે તેમાં કોકોનટ મિલ્ક નાંખો. બે-પાંચ મિનીટ સુધી પાકવા દ્યો.
હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં અને અડધા ભાગના રોસ્ટેડ કાજુ નાંખી પાંચ મિનિટ સુધી મધ્યમ આંચ પર પકાવો.
સર્વિંગ બાઉલમાં લઈ રોસ્ટેડ કાજુથી ગાર્નિશ કરી રોટી કે નાન સાથે ગરમા-ગરમ સર્વ કરો

– પ્રદીપ નગદિયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!