મુકેશ અંબાણીને ખુલ્લો પત્ર – વાંચવાનું ચૂકશો નહિ

પ્રિય મુકેશભાઈ,

લેખક – પત્રકાર કિન્નર આચાર્યના જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. સાચું કહું તો હું ક્યારેય રિલાયન્સનો ફેન નથી રહ્યો. ઈન ફેક્ટ, રિલાયન્સની પોલિસી વિરુધ્ધ જેટલું મેં લખ્યું છે એટલું અન્ય કોઈએ લખ્યું નથી. પણ આજકાલ પરિસ્થિતિ અલગ છે. તમે JIO લૉન્ચ કર્યું એ પછી મેં તેરા હાય રે જબરા, ઓય રે જબરા ફેન હો ગયા… એટ લીસ્ટ જિયો મુદ્દે તો ફેન થઈ જ ગયો.

સાવ નજીકના ભૂતકાળની વાત છે. વોડાફોન મને ૨૯૯ રૃપિયામાં એક GB 3G ડેટા આપતું હતું. એ પછી હું મહિને લગભગ બે વખત ૧-૧ GBનું ટોપ-અપ લેતો હતો. હજાર રૃપિયાના ખર્ચ પછી મને ૩ય્ ડેટાનો ઉપયોગ કરવા મળતો. એક સાંધુ ને તેર તૂટે તેવી હાલત હતી.વોટ્સએપમાં એકાદ મોટા વીડિયો જોવાઈ ગયો હોય તો લાગતું કે કોઈ પાપ થઈ ગયું મારા હાથે. પછી તેનું પ્રાયશ્ચિત બે-ત્રણ દિવસ કરવું પડતું. નેટનો ઉપયોગ ઘટાડીને. મિત્રો સલાહ આપતા: “તું આખો દિવસ ડેટા કનેક્શન ઓન શા માટે રાખે છે ? જરૃર પડે ત્યારે જ ચાલું કરવાનું !”એમની સલાહ કદાચ સાચી પણ હશે. પરંતુ મને ચાલ નહીં એટલે ડેટા કનેક્શન ઓન રાખવું જ પડે. એક પ્રકારની ગિલ્ટ ફીલિંગ સાથે. હું ઘણી વખત સેટિંગ્સમાં ચેક કરતો. ઃ કઈ એપ્લિકેશન કેટલો ડેટા યુઝ કરે છે. મારું પ્યારુ ફેસબૂક ત્યારે અળખામણું લાગતું. વીડિયો કોલિંગ તો લિટરલી લક્ઝણી ગણાતું. ઘણી વખત લાગતું કે અમે પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાને લાઈનમાં ઉભા ગરીબ રેખા હેઠલ જીવતા કચડાયેલા,રુંધાયેલા, દબાયેલા, પછાત ભારતીય છીએ.જેમ પેલાઓને જરૃરિયાતના ત્રીજા-ચોથા ભાગના ઘઉં-ખાંડ નથી મળતાં તેમ અમને પણ ડેટા નહોતો મળતો. આખર તારીખમાં જેમ મધ્યમ વર્ગનો હાથ આપોઆપ બંધાઈ જાય છે તેમ મધ્યમ વર્ગનો હાથ આપોઆપ બંધાઈ જાય છે તેમ બિલ સાયકલની તારીખ નજીક આવે ત્યારે ટેન્શન વધી જતું. ૩૦૦ કે ૪૦૦ સ્મ્ ડેટા બચ્યો હોય અને હજુ તો અઠવાડિયું કાઢવાનું છે, કેમ નીકળશે ? બહું દુઃખડા વેઠયા છે અમે. વડિલો કહેતા હોય છે કે,ટ્રાન્સપોર્ટેશનના ટાંચા સાધનો વચ્ચે તેઓ કેવી રીતે જીવ્યા, કેવો સંઘર્ષ કર્યો. અમે બાળકોને કહી શકીશું કે, ડેટા અને ઈન્ટરનેટ એક સમયે અમારા માટે કસ્તુરી જેવા દુર્લભ હતા.

મુકેશભાઈ, દુર્લભ ડેટાને તમે સાવ સામાન્યજનથી લઈને અબજપતિ સુધીના લોકો માટે સુલભ બનાવ્યો છે. તમારો ક્યા શબ્દોમાં આભાર માનું ! દેશનો સાવ છેવાડાનો માનવી આજે યૂ-ટયૂબ, ફેસબૂક અને વોટ્સએપનો ઉપયોગ કરવો થયો છે. એમને આજે બધું હાથવગું છે. થેન્ક્સ ટુ યુ. ખરા અર્થમાં કહીએ તો, સ્માર્ટ ફોનના સ્વરૃપે દરેક નાગરિકના ખિસ્સામાં લાખ-બે લાખ કે પાંચ લાખ પુસ્તકોની લાયબ્રેરી જ આવી ગઈ છે.

હું તો આજકાલ જલ્સા કરું છું. હું વોડાફોનનો કસ્ટમર છું. દર મહિને ૧૬ ય્મ્નો પ્લાન છે. પણ એ જિયોના પ્રતાપે છે અને મને ખ્યાલ છે.ઘરમાં જિયોનું કાર્ડ પણ છે અને એક રાઉટર પણ રાખ્યું છે. મન ભરીને માણું છું. જિયો ન હોત તો ચોર મંડળી કાર્ટેલ રચીને અગાઉ કરતાં પણ વધુ ડેટા ચાર્જ પડાવતી હોત. આજે જિયોને લીધે જલ્સા છે. રાત્રે ઘેર જઈ હું શફક્ત અમાનત અલી, જાવેદ અલી, વડાલી બ્રધર્સ અને શુજાત ખાન પણ સાંભળું છું.અરિજીત, પપોન અને પુરુષોત્તમ ઉપાધ્યાયને પણ માણું છું. રોજ સ્ટ્રીટ ફૂડની અનેક રેસિપી યૂ-ટયૂબમાં જોઈ નાંખું છું. ફેસબૂક પર દુનિયાભરના વીડિયો નિહાળું છું. દરરોજ મારી છ વર્ષની દીકરીને જાતે વાર્તાઓ કહેતો. હવે તેને બાળવાર્તાઓ, હિતોપદેષ, પંચતંત્રની વાર્તાઓ, અરેબિયન નાઈટ્સની કથાઓ, કૃષ્ણલીલાની વાર્તાઓ, પરીકથાઓ અને રામાયણ… બધું જ મોબાઈલ પર પણ દેખાડું છું. મારે રજા હોય ત્યારે રાત્રીનો આ કાર્યક્રમ.રૃટિનમાં બપોરે પણ અમે વાર્તાઓ નિહાળીએ.એને તો મજા આવેજ છે, મને પણ મજો-મજો થઈ જાય છે. આજ સુધી સેલ્યુલર ઓપરેટર્સને અમારો ભરપૂર ગેરલાભ લીધો,તમે ગ્રાહકોને લાભ આપ્યો. જાણું છું કે,ઘણાંની આંખોમાં તમે કણાની જેમ ખૂંચતા હશો. હરિફોને મૂળસોતાં ઉખેડી નાખવાની તમારી પોલિસી અને આક્રમક અભિગમને કારણે અમારાં જેવા સામાન્ય ગ્રાહકને લાભ જ થયો છે. ગઈકાલ સુધી ડેટા બાબતે જે કંપનીઓ મોનોપોલી અને કાર્ટેલને કારણે ગ્રાહકોને જવાબ પણ આપતી ન હતી એ આજે ગ્રાહકની આગળ-પાછળ ફરે છે. આજે મોબાઈલ ડેટા અને ઈન્ટરનેટ બાબતે કંપનીઓ નહીં પણ ગ્રાહક સર્વોપરી છે. આટલું અધુરું હોય તેથી તમે ૧૫૦૦ રૃપિયાની ડિપોઝિટ સામે હેન્ડસેટ ફ્રી આપવાની જાહેરાત કરી છે.આવનારો યુગ તમને ડિજિટલ ક્રાંતિના મશાલચી તરીકે હંમેશા યાદ કરશે. કારણ કે,તમે ભારતીય સેલફોનધારકોને લૂંટારું કંપનીઓની ચૂંગાલથી મુક્ત કરાવ્યો છે.

તુમ જિયો હજારો સાલ…

-કિન્નર આચાર્ય

Leave a Reply

error: Content is protected !!