” ચાલોને રમીએ હોડી હોડી ..” – વરસાદી માહોલમાં વાંચવા જેવું

છાપાનાં પાનાં,

નકામા થોથાં….માંથી હોડી બનાવવાની કળા બાળપણમાં હસ્તગત કરી લીધેલી. પપ્પાને એ આવડે એટલે એ બનાવી આપે. ત્યારે તો ઘર આંગણે ખાબોચિયા ભરાતાં ને ગલીમાં તો વૈભવ વૈભવ ! એ પાણીમાં અમે આ હોડી તરવા મુકતા ને જોયા કરતાં કે કેટલી આગળ જાય છે. બધાં ભાઇ બહેનની હોડીમાં કોની કેટલે જાય છે એનો આનંદ લેતાં.

સમય જતાં મોટાભાઇએ નિશાળમાંથી
” છરાવાળીહોડી ” બનાવવાનું શીખી લીધું .

એની હોડીમાં નીચે તળિયા તરફ એક ત્રિકોણ નીકળતો એટલે એ છરાવાળી હોડી ! આ રીત કોઇને ન આવડતી એટલે એની monopoly રહેતી. પણ આ હોડી હથેળીમાં સ્થિર ન રહે. છરો આડો આવે.

હોડી બનાવવાનું ક્યારે ભૂલાયું એ યાદ નથી. ને એ કૈં ખટક્યું ય નહીં . કાગળની હોડી વરસતા વરસાદમાં કેટલુંક ટકે એની ગણત્રી કરતું થયું મન , એટલે કદાચ !
પણ , હવે આ કલાનું પુનરાવર્તન શરુ કર્યું છે, ને પેલું ભૂલાયેલું લાગતું હતું એ આટલું યાદ હશે એની નવાઇ લાગે.

બાળપણની વાતો સ્મરણસંહિતામાં પાછળથી આગળ આવી જાય છે. પૌત્રીના આદેશ પર અમલ ચાલુ છે.

પેલી ગણત્રીનું ડહાપણ એનાં બાળપણનાં ભોળપણ આગળ પાણી ભરે.. ને કાગળની હોડી એ..ય તરે

– તુષારભાઈ શુક્લા

Leave a Reply

error: Content is protected !!