Mojemoj.com

Best Gujarati Blog

લંચ સાથે રજવાડી રાયતુ – જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે

પ્રદીપભાઈ કહે છે કે કોઈ પણ જમણવાર સાથે એમને સજેસ્ટ કરેલ રીત થી બનાવેલ આ રજવાડી રાયતુ, જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે.

સામગ્રી :-
૧/૨ કપ બારીક સમારેલું પાઈનેપલ

૧/૨ કપ બારીક સમારેલું સફરજન
૧/૨ કપ બારીક સમારેલું કેળું
૧/૨ કપ દાડમનાં દાણા

૩૦૦ ગ્રામ ઘાટું દહીં
૧ નાની ચમચી શેકેલું જીરું
૧ નાની ચમચી રાઈ, વાટી ને પેસ્ટ બનાવવી
મીઠું, સ્વાદાનુસાર

 

રીત :
સૌપ્રથમ દહીંને વહીસ્કરની મદદથી બરાબર વલોવી લો.
તેમાં શેકીને વાટેલું જીરું, રાઈ ની પેસ્ટ તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું.
ત્યાર બાદ તેમાં બધા જ ફ્રૂટસ અને અડધા ભાગનાં સૂકામેવા નાખીને બરાબર મિક્ષ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકો.
દાડમનાં થોડાં દાણા, થોડાં સૂકામેવા તેમ જ સફરજનની ત્રણ પાતળી સ્લાઈસ સજાવટ માટે બચાવીને રાખવી.
આ રાયતું સૂકા મેવા, દાડમનાં દાણા અને એપલની સ્લાઈસથી સજાવટ કરી પીરસવું.

– પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!