દરેક રોગોનું કારણ- ”વિરુદ્ધ આહાર” – જરૂર વાંચજો
દરેક ફળ જોડે દુધ વિરુદ્ધ આહાર થાય .દુધ જોડે મીઠું ,દુધ જોડે મગ.
ગરમ પાણી જોડે મધ પણ વિરુદ્ધ આહાર થાય.લસણ ,ડુંગળી જોડે તો દુધ બધા જાણે છે કે ના લેવાય .
વિરુદ્ધ આહાર એટલે ધીમું ઝેર.રોજ એનુ સેવન કરવા મા આવે ત્યારે ધીમે ધીમે એની અસર થાય.
વિરુદ્ધ આહાર ના લીધે જ અકાળે વાળ સફેદ થવાં,ચામડી માં કરચલી પડવી,પાચનતંત્ર નબળું પડવું,સાંધા મા ઘસારો પડવો,શરીરે સોજા આવવા ,ચામડી નાં રોગો થવાં વગેરે ..
એક દિવસ માં ના થાય પરંતુ જેમ જેમ શરીર માં એની માત્રા વધે અને જ્યારે રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે ,ત્યારે રોગ સ્વરૂપે બહાર આવે.
ઘણા એવુ પણ કહે કે આવુ કાંઈ હોતું હશે ,અમારા બાપદાદા શાક રોટલો અને દુધ બધુજ જોડે જમતા અને અમે પણ્ જોડેજ જમીએ હજી સુધી અમને કેમ કાંઈ નથી થયું .
જે નિયમિત શારીરિક શ્રમ કરતાં હોય ,રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેને વિરુદ્ધ આહાર ની અસર જલ્દી ના થાય પરંતુ આજના યુગ માં શ્રમ કોઇને રહ્યો નથી .
એક સોરાયસીસ ના દર્દી ની લાઇફ સ્ટાઇલ જાણી તો વજન ઓછુ હોવાથી કેળા જોડે દુધ રોજ લેવાની ટેવ હતી . હવે આયુવેઁદ પ્રમાણે વિરુદ્ધ આહાર એ લોહીના વિકાર નું મુખ્ય કારણ છે .
તમને થશે કે દુધ અને કેળા થી કાંઇ ના થાય.પણ આયુવેઁદ મુજબ દરેક ફળ માં અલ્પ માત્રા મા અમ્લ રસ(ખટાશ) હોય જ.જેમકે કાચુ કેળું કે સફરજન કે ચીકુ ટેસ્ટ કરો તો થોડુંક ખાટું લાગશે . .
એજ ખટાશ અને દુધ જોડે લેતાં લોહીના વિકાર નુ કારણ બને છે.
ગરમ પાણી માં મધ નાખીને પીવાથી વજન ઉતરે કારણકે મધના ઉષ્ણ ગુણના લીધે મેદનો નાશ કરે પણ મધ જોડે કોઈપણ ગરમ વસ્તુનુ સેવન વિરુદ્ધ આહાર થાય .ગરમીમાં ફરીને આવીને પણ મધ ના સેવન નો નિષેધ છે.માટે ગરમ ચીજવસ્તુ સાથે કયારેય મધ ના લેવું. લેવું.ચામડી ના રોગો થાય,કરચલી પડે ,અંદરના અંગો ને નુકસાન થાય .જલ્દી ઘડપણ આવે.
આમ તો બધાં જ રોગોનું એક કારણ વિરુદ્ધ આહાર જ છે.
માટે હમેશા બને ત્યાં સુધી વિરુદ્ધ આહાર ના કરવો.
જેમ કે
૧.લગ્ન પ્રસંગ મા દાળ-ભાત-શાક-છાસ-દહીં સાથે આપણે બાસંદી પણ લઇએ . બધું જ જમવું પરંતુ બાસુંદી ના લેવી.કારણકે લસણ ડુંગળી વાળા શાક ,દહી-છાશ જોડે દુધ ની વાનગી વિરુદ્ધ આહાર થાય ,ચામડી નાં રોગો,ઝાડા-ઉલ્ટી વગેરે થાય ..
૨.સવારે ચા-દુધ સાથે નમક -લસણ ડુંગળી વાળા નાસ્તા,પરોઠા,ઉપમા વગેરે ના લેવા .ચા-દુધ એકલા જ પીવા.
૩.દુધ સાથે કોઇ પણ ફળ-કઠોળ-માસાંહાર ના લેવું.
દુધ પીધા પછી ઉપર જણાવેલ આહાર વચ્ચે એક કલાકનો અંતર રાખવું
-વૈધ મિહિર ખત્રી(B.A.M.S.) & વૈધ વંદના ખત્રી (B.A.M.S.)