ઋજુતા દીવેકર – ભલ ભલાના વજન આટલી સરળતાથી ઉતારી દેનાર હસ્તી
ઋજુતા દીવેકરએ સૌથી વધુ જાણીતી અને મોંઘી ડાયેટીશીયન છે. બોલીવુડનાં સુપરસ્ટાર તેમની સલાહ પ્રમાણે વેઇટ લોસ કરે છે. અમિતાભ બચ્ચન,કરીના કપૂર,રીચા ચઢ્ઢા,અંનત અંબાણી આ બધા ઋજુતાની સલાહ અનુસાર વેઇટ લોસ કર્યું છે.તેણીની સલાહથી સરળતાથી વેઇટ ઓછુ કરી શકાય.
તેણીએ ડાયાબીટીસનાં દર્દીઓ માટે અમુક ટીપ્સ આપેલી છે. જે અનુસરવા લાયક છે.
૧. તે સવારના નાસ્તામાં ઉપમા, ઈડલી, ઢોસા વગેરે લેવાની સલાહ આપે છે. તે સવારે ઓટ્સ કે પેકિંગ ફૂડ લેવાની નાં પાડે છે . કારણ કે તેમાં ટેસ્ટ નથી હોતો અને તે ફિક્કું લાગે છે. દિવસની શરૂઆત આવા બોરિંગ નાસ્તા સાથે ન કરવી જોઈએ.
૨. તે ફળ ખાવાની સલાહ આપે છે. બજારમાં જે લોકલ ફળો મળતા હોય જેમકે કેળા,કેરી ,સફરજન વગેરે ખાઈ શકાય.તે કેરીને વધારે લોકલ ફળ કહે છે તેના લીધે શરીરને જરૂરી ફ્રુક્ટોસ મળે છે. આ બધાજ ફળ ડાયાબિટીસમાં લઇ શકાય જેના લીધે તમારું ફ્રુક્ટોસ વધે છે અને તમારા શરીરનું સુગર લેવલ બેલેન્સ રહે છે.
૩. આપને ખોરાક લઈએ ત્યારે વધુ કેલેરીવાળો નહિ પરંતુ વધારે પોષકતત્વવાળો લેવો જોઈએ.
૪. આપણે ખોરાક ભૂખ અનુસાર લેવો જોઈએ. આપણે જયારે ભૂખ વધારે લાગે ત્યારે વધારે અને ઓછી લાગે ત્યારે ઓછા પ્રમાણમાં લેવો જોઈએ.

૫. થોડા પ્રમાણમાં કસરત કરવી જોઈએ અને ચાલવાનું રાખવું જોઈએ જેના કારણે આપણા શરીરની તંદુરસ્તીજળવાય રહે અને પાચનક્રિયામાં તકલીફ નાં પડે.
૬.આપને જયારે ફળ કે સલાડ ખાઈએ ત્યારે બને તો જ્યુસને બદલે તેને સમારેલા જ ખાવા જોઈએ.
૭. શેરડીનો તાજો રસ પીવો અથવા એમજ ખાવી જોઈએ તે એક સારું ડીટોક્ષ છે.
૮. કોપરાને ખોરાકમાં લેવું જોઈએ. તેમાં બિલકુલ કોલેસ્ટ્રોલ નથી હોતો અને તે કમરના ભાગને પાતળો બનાવે છે. તે એમજ નાં ભાવે તો છીણેલું અથવા તેની ચટણી બનાવી શકાય.
૯.બહારના પેકેટવાળા નાસ્તા કે કોલ્ડ્રીક્સ ન લેવા જોઈએ.
૧૦. વેજી તેલની બદલે અનાજનું તેલ ખાવું જોઈએ. જેમકે સીંગતેલ,સરસવનું તેલ તલનું તેલ વગેરે અને બજારમાં જે તેલના પેકેટ મળે છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
૧૧. ટીવીની જાહેરાતમાં જે ફાઈબરનાં બિસ્કીટ જોઈએ છીએ તે ખાવાને બદલે ઘરના ઉપમા ,ઈડલી ,ઢોસા વગેરેમાંથી તે મળી રહે છે.
૧૨.જેને થાઈરોઈડની તકલીફ હોય તેણે બજારમાં મળતા તૈયાર ફૂડના પેકેટનો ઉપયોગ ન કરવો જોઈએ અને સ્ટ્રેન્થ અને વેઇટ માટેની ટ્રેનીગ લેવી જોઈએ.
૧૩. ખોરાકમાં ભાત લેવાનું ટાળવું ન જોઈએ.તેણે બદલે દાળ, દહીં કે કઢી સાથે ખાવ તો સારું રહે. બ્રાઉન ભાત કરતા સફેદ ભાત ખાવા જોઈએ કેમકે જે ભાત ચડતા વાર લાગે તેને પચવામાં પણ વાર લાગે. ભાત છોડવાની બદલે દિવસમાં ત્રણ વાર લઈએ તો પણ સારું કેમકે તેમાંથી શરીરને જરૂરી મિનરલ્સ મળી રહે છે.
૧૪. ખોરાક સીઝન પ્રમાણે લેવો જોઈએ. અમુક સીઝનમાં આપણને ભૂખ વધારે લાગે અમુક સીઝનમાં ભૂખ ઓછી લાગે છે. ચોમાસાની સીઝનમાં પકોડા, ફાફડા,જલેબી લઇ શકાય.
૧૫. આપણે વધારે કેલેરીવાળો ખોરાક ટાળવો જોઈએ.જેમકે બ્રેડ,કેક ,પીઝ્ઝા વગેરે કેમકે તેમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે.
૧૬. દિવસમાં ક્યારે અને કેટલી વખત ચા પીવી જોઈએ –સવારે ઉઠીને ચા ન પીવી જોઈએ, જયારે ભૂખ લાગે ત્યારે પણ ચા ન પીવી જોઈએ. તેના સિવાય દિવસમાં બે-ત્રણ વખત ચા પી શકાય.
૧૭. તે દિવસમાં એક સાથે વધારે પ્રમાણમાં ખાવાને બદલે બે-બે કલાકના અંતરે થોડું થોડું ખાવાની સલાહ આપે છે.
૧૮.તે ઘરે બનાવેલ ખોરાક અને લોકલ ફળો ખાવાની સલાહ આપે છે,કારણકે તેનાથી આપણામાં એનર્જી રહે છે અને સુસ્તીનું પ્રમાણ ઓછું કરે છે.
૧૯. તે ઘીની બાબતમાં કહે છે કે ઘી સારી ક્વોલિટીવાળું ખાવાથી તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
૨૦. આપણે ખોરાક લઈએ ત્યારે એ વિચારવું જોઈએ કે આ ખોરાક મારા દાદા –દાદી એ લીધેલ છે જો હા તો આપણે કોઈ સંકોચ વગર ખાવો જોઈએ.
પોસ્ટ ઉપયોગી લાગે તો બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો.
ઋજુતા દીવેકર ના હેલ્થ માટે ઘણા પુસ્તકો આવેલા છે, જેમાંથી અમુક પુસ્તકો ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો
સંકલન: અનીતા વ્યાસ