યમ્મી અને પાણીદાર સાબુદાણાની ખીચડી કઈ રીતે બનાવશો ?
શ્રાવણ મહિનો હોય કે બીજા કોઈ વ્રત કે ઉપવાસ… આપણે ગુજરાતીઓ ફરાળી વાનગીઓ નું લીસ્ટ શોધવામાં પડી જતા હોઈએ છીએ. આજે સાબુદાણાની ખીચડી બનાવતા શીખીએ અને એ પણ દરેક ને ભાવે એવી. કેમકે, જો સાબુદાણાની ખીચડી યમ્મી નહિ હોય તો મમ્મીની કોઈ વેલ્યુ નહિ થાય.
સાબુદાણાની ખીચડી વ્રતમાં સામન્ય આપણે બનાવતા હોય છે. જેમાં મીઠું નો ઉપયોગ પણ આપણે કરતાં હોય છે. પરંતુ તેને બદલે સિંધાલુનો ઉપયોગ કરવો જોઈએ. સાબુદાણા બે પ્રકારના હોય છે. એક મોટા અને એક નાના (સામાન્ય). જો આપણે મોટા સાબુદાણાનો ઉપયોગ કરવો હોય તો ૧ કલાકને બદલે લગભગ ૮ કલાક તેને પલાળવા જોઈએ. સુપર માર્કેટમાં આ સાબુદાણા Tapioca ના નામથી મળે છે.
નાના સાબુદાણા એકબીજાને ચોંટી જાય છે, જ્યારે મોટા સાબુદાણાની ખીચડી અલગ છુટા દાણાની બને છે. નાના સાબુદાણા કરતાં મોટા સાબુદાણાની ખીચડી વધુ સારી બંને છે. પરંતુ આ સાબુદાણા સામાન્ય રીતે બધે મળતા નથી.
જરૂરી સામગ્રી
૧૦૦ ગ્રામ સાબુદાણા
૧-૧/૨ ટે.સ્પૂન તેલ અથવા ઘી (જે પસંદ હોય )
૧/૨ નાની ચમચી જીરૂ
૨-૩ લીલાં મરચા બારીક સમારેલા
૧/૨ નાનો કપ સિંગ દાણા
૫૦ ગ્રામ પનીર (જો તમને પસંદ હોય તો)
૧ નાનું –મધ્ય કદનું બટેટુ
૧/૪ નાની ચમચી મરીનો ભૂકો
મીઠું સ્વાદ અનુસાર
૧ ટે.સ્પૂન બારીક સમારેલી લીલી કોથમીર (જો ફરાળમાં ખાતા હોય તો જ)

સાબુદાણાની ખીચડી બનાવવાની રીત
સાબુદાણાને ધોઈને ૧ કલાક માટે પાણીમાં પલાળવા. પલાળી લીધા બાદ વધારાનું પાણી બહાર કાઢી લેવું. જો તમે મોટા સાબુદાણાનો ઉપયોગ કરતાં હોય તો, ૧ કલાકને બદલે ૮ કલાક પલાળવા.
બટેટાને ધોઈને તેની છાલ ઉતારવી અને તેને ચોરસ (એક સરખા બનેતો )નાના નાના ટુકડામાં સમારવા. આજ રીતે પનીરને પણ નાના ટુકડામાં સમારવું.
ભારે તળિયાવાળી કડાઈમાં ઘી / તેલ નાંખી અને ગરમ કરવું. બટેટા જે સમારેલ તેને કડાઈમાં નાંખી આચા ગુલાબી / બ્રાઉન થાય તેમ તાળી લેવા અને બહાર કાઢી લેવા. બટેટા તળી લીધા બાદ, આજ રીતે પનીરના ટુકડા પણ તળી લેવા અને એક પ્લેટમાં અલગ કાઢી લેવા.
સિંગદાણાનો કરકરો ભૂકો મશીનમાં કરી લેવો. લાસ્સો ન થાય તેનો ખ્યાલ રહે.
બચી ગયેલ ઘી / તેલમાં જીરૂ નાખવું. (ઘી/તેલ ખેચાડી વઘારી શકાય તેટલું જ રાખવું વધારાનું કાઢી લેવું.) અને તે શેકાઈ ગયા બાદ, લીલાં બારીક સમારેલ મરચા નાંખી અને તેને ચાચાની મદદથી હલાવતા જવુ અને સાંતળવા. સીંગદાણાનો ભૂકો નાંખી અને એક મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં જઈને શેકવો. મીઠું અને મરી નાંખી અને બે મિનિટ ફરી શેકવું. ત્યારબાદ, બે ચમચા પાણી નાંખી અને ધીમી આંચથી (તાપથી) ૭-૮ મિનિટ સુધી પાકવા દેવી. (કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દેવું)
ત્યારબાદ, ઢાંકણું ખોલી અને ચેક કરવું કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ. જો તમને લાગે કે સાબુદાણા નરમ નથી થયા, તો ૨-ચમચા કે જરૂરી પાણી વધુ નાંખી અને તને વધુ ૪-૫ મિનિટ ધીમી આંચ પર પાકવા દેવી. ત્યારબાદ, તળેલા બટેટા અને પનીર અનાદર નાંખવા અને મિક્સ કરી અને કડાઈ ગેસ પરથી ઉતારી લેવી.
સાબુદાણાની ખીચડીને એક બાઉલ કે વાસણમાં કાઢી અને તેની ઉપર નાળીયેરનો ભૂકો અને બારીક સમારેલ લીલી કોથમીર છાંટવી.
સાબુદાણા ની ખીચાડી ગરમા ગરમ પીર્સ્વાઈ અને ખાવાના ઉપયોગમાં લેવી.
ટીપ
જો તમે નાના સાબુદાણાનો ઉપયોગ કરતા હોય તો તેને સૌ પ્રથમ થોડા શેકી લેવા અને પછી તેને જેટલા પાણીમાં ડૂબી શકે તેટલા જ પાણીમાં પલાળવા તેથી તે ચિકાસ નહિ પકડે અને ખીચડી ચિપકશે નહિ.
અને હા, જો આ રેસીપી તમને પણ પસંદ પડી હોય તો બીજા મિત્રો સાથે અને બહેનપણીઓ સાથે વોટ્સએપ માં શેર કરી દેજો.
સોર્સ: ગુજરાતી રસોઈ