ગાંગુલી ના જન્મદિવસ પર એમની અમુક દુર્લભ ફોટો જુવો અને જાણો ઘણી નવી વાતો
એનું નામ સૌરવ. સૌરવ ચંડીદાસ ગાંગુલી. પણ અમે એને ‘પટપટીયો’ કહેતા. એની આંખો બહુ પટપટતી એટલે. ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગ જોડીઓમાં સચિન અને ગાંગુલીની જોડી અમારી વન ઓફ ધી મોસ્ટ ફેવરિટ રહી છે.

ગાંગુલી જ્યારે રમવા આવે ત્યારે અમે રાહ જોતા કે કોઈ સ્પીનર ક્યારે તેની સામે આવે. સ્પીનર સામે કુદકો મારીને આગળ છેક ટપ્પા પાસે પહોંચવાની એની સ્ટાઈલ માટે તો આજે પણ આખે આખુ ઈડન ગાર્ડન એના નામે કરી દેવાની ઈચ્છા થઈ આવે. સ્પીનર્સ સામે એણે ફટકારેલી સિક્સર્સની અદા ક્રિકેટજગતના કોઈ શાસ્ત્રીય નૃત્ય જેવી લાગતી. ન્યુઝીલેન્ડ સામે મેચ હોય ત્યારે તો અમે રાહ જ જોતા કે ક્યારે બાડો(ડેનિયલ વિટ્ટોરી. ચશ્માના કારણે અમે એને બાડો કહેતા.) બોલિંગમાં આવે. ગાંગુલીએ એને વગર પાણીએ ખુબ ધોયો છે. વિટ્ટોરી બોલિંગમાં આવે એટલે દાદાની એકાદ-બે સિક્સર તો પાક્કી જ ગણવાની.
ગાંગુલી સામે સ્પીનર આવે એ ઘટના અમને ‘ઘાતક’ના સન્ની દેઓલની સામે ડેનીના મુકાબલા જેટલી રોમાંચક લાગતી. એ બધુ તો ઠીક પણ ભારતીય ક્રિકેટપ્રેમીઓ ગાંગુલીને એક ઘટના માટે કદી નહીં ભુલી શકે. એ ઘટના એટલે ફ્લિન્ટોફે ભારતમાં ઉતારેલા ટી શર્ટનો ઈંગ્લેન્ડની ધરતી પર જઈ ત્યાં અંગ્રેજોને ધૂળ ચટાડી એમના જ મેદાન પર આપેલો કરારો જવાબ. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસમાં દાદાએ જે ઉતાર્યુ એ ટી શર્ટ નહોતુ પણ અંગ્રેજોની આબરૂ અને અભિમાન હતુ. જે ગાંગુલીએ ઉતારીને ફેંકી દીધેલુ.
ગાંગુલીના પત્ની ડોના ના પરિવાર જનો એમના પ્રેમના સૌથી મોટા દુશ્મન હતા. પણ ૧૯૯૬ માં ઈંગ્લેંડ ટુર પછી દાદાએ બધા પ્રોબ્લેમ્સ કોઈ પણ કળવાશ કે ઝઘડા વગર સોલ્વકર્યા અને ડોના સાથે પરણી ગયા.
લગભગ જ કોઈ ક્રિકેટ પ્રેમી હશે જે ૨૦૦૨ ની ચેમ્પીયન ટ્રોફી ઇન્ડિયા-શ્રીલંકા ફાઈનલ ના મેચમાં બનેલી આ ઘટના ભૂલ્યા હશે. કે જેમાં ગાંગુલી અને રસલ આર્નોલ્ડ વચ્ચે જોરદાર ગરમા ગરમી થયેલી અને બીજા ખેલાડીઓ અને અમ્પાયર ને આ ઝઘડો શાંત પાડતા નાકે દમ આવી ગયેલો.
કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન સૌરવ ગાંગુલી.
ગાંગુલી એના પત્ની અને પુત્રી સાના સાથે.
શાહરૂખ સાથે ગપ્પા લગાવતા દાદા.
૨૦૧૦ IPL દરમિયાન નરેન્દ્ર મોદી સાથે.
ફોટો સોર્સ: ગુગલ
શરૂઆત નો લેખ: તુષાર દવે