સ્વામી વિવેકાનંદ આપેલા અમુક પ્રેરણાદાયી વિચારો
દરેક વાતની મજાક ઉડાવવાનો તથા ગંભીરતાના અભાવનો જે ભયંકર રોગ આપણાં પ્રજાજીવનમાં ધીરે ધીરે પેસતો જાય ચ્હે, તેનાથી બચો. એ ટેવ છોડી દો. શક્તિમાન બનો અને શ્રદ્ધા ધારણ કરો : બસ, બીજું બધું તેના મેળે ચોક્કસ ચાલ્યું આવશે.
ભારતવર્ષનો જો અત્યારે કોઈ પણ મહાન દોષ હોય તો તે ગુલામીનો છે. દરેક માણસ હુકમ ચલાવવા માગે છે અને કોઈ હુકમ ઉઠાવવા તૈયાર નથી. પહેલા આજ્ઞા પાળતા શીખો. હકૂમત અને સરદારી તો એની આપમેળે આવશે. પ્રથમ સેવક થતાં શીખો, ત્યાર પછી તમે નેતા થવાને લાયક થશો.
દરેક કાર્યને ત્રણ ભૂમિકાઓમાથી પસાર થવું પડે છે. ઉપહાસ, વિરોધ ને ગ્રહણ. વિચારોમાં પોતાના જમાના કરતાં જે માણસ આગળ વધેલો હોય છે, તેને તેના સમયના માણસો અવળી રીતે જ સમજે છે.
સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે. એ તદ્દન સ્વાભાવિક છે. ઊંડામાં ઊંડી મનની સમતુલા જાળવજો. ક્ષુદ્ર જીવો તમારા વિરુદ્ધ શું બોલે છે તે તરફ જરા પણ ધ્યાન ન દેતા. ઉપેક્ષા ! ઉપેક્ષા માત્ર ઉપેક્ષા !
કોઈ પણ અધીરો માણસ કડી પણ સફળતા મેળવી શકે નહિ. માટે અધીરા ના બનો.
અનંત ધૈર્ય. અનંત પવિત્રતા અને અનંત ખંતથી કાર્ય કરે રાખો, નિરાશ ન થશો. અમ્રુત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કઈંજ નથી.