પ્રસૂતાની સારસંભાળ લેવા માટેની અમુક ટીપ્સ – ગર્ભસંસ્કાર ટીપ્સ

માનવ સિવાયના દરેક પશુ-પક્ષી, જીવ-જંતુને જન્મ પછી વધારે આધારની જરૂર પડતી નથી. પણ, માનવ માતા અને બાળક બંનેને ખૂબ જ સારસંભાળની જરૂર પડતી હોય છે. અહીં આપેલી ટિપ્સ આપને ઉપયોગી બનશે.

  1. બાળક માતાના દૂધ પર જ ઉછરવાનું હોવાથી માતાના આહારમાં લેવાયેલી કાળજીથી બાળકનું પોષણ યોગ્ય રીતે થઈ શકે છે.
  2. પ્રસૂતાના શરીરમાં પ્રસૂતિજન્ય વેદનાને લીધે વાયુની વૃદ્ધિ થઈ હોવાથી જેટલી વાર સ્ત્રીને તરસ લાગે એતલી વાર વાવડિંગ + વાકુંભા + સુવાદાણા નાખી ઉકાળીને ઠંડુ પડેલું પાણી જ પીવા માટે આપવું. ફ્રિજનું તથા સાદું પાણી બને ત્યાં સુધી ના આપવું.
  3. દરરોજ સવારે નરણા કોઠે 10 ગ્રામ સૂંઢ, ગોળ અને ઘી આપવા.
  4. દાણાવાળા શાકભાજી જે વાયુ કરતાં હોય એ ના લેવા.
  5. બદામ અને ખસખસ નાખેલી ખીર લઈ શકાય. એનાથી ધાવણ સારું આવે છે.
  6. કોપરનું છીણ, ખસખસ, સુવાદાણાનો મુખવાસ દિવસમાં 7-8 વાર આપવો.

‘ગર્ભસંસ્કાર’ (લેખક : ડૉ. દેવાંગી જોગલ) પુસ્તકમાંથી

આ પુસ્તક મેળવવા અહીં ક્લિક કરો………

Leave a Reply

error: Content is protected !!