ગર્ભાવસ્થા પહેલા શું કરવું – દરેક સ્ત્રી માટે અદ્ભુત ટીપ્સ

  1. એક વૃક્ષ પસંદ કરીને નિયમિત સમયે બંને વ્યક્તિએ એની નીચે મૌન બેસવું જોઈએ. વૃક્ષ પાસે હવા શુધ્ધ હોય છે અને વાઇબ્રેસન પણ ખૂબ પોજીટીવ હોય છે જેથી શરીર અને મન શુધ્ધ થશે.
  2. ઘર આંગણે અનુકૂળતા મુજબ ફૂલ-છોડ વાવવા અને બીજ માંથી છોડ અને છોડમાં થતાં ફૂલની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતાં રહેવું. આમ કરવાથી પ્રકૃતિનું દર્શન થશે અને ભીતર સંવેદના ઉદભવશે.
  3. હિમાલય અથવા આસપાસના કોઈ જંગલમાં ટ્રેકિંગ માટે જવું જોઈએ. આ ટ્રેકિંગનો હેતુ અગાવથી સ્પષ્ટ કરી લેવો. મનની શાંતિ અને સંવેદનાઓની જાગૃતિ માટે આ યાત્રા બંનેએ સાથે કરવી અને આ યાત્રાને શક્ય હોય તો એક ડાયરીમાં લખવી પણ ખરી.
  4. દરરોજ સવાર-સાંજ સુરજ નારાયણના દર્શન કરવા અને જીવનમાં આવનાર નવા જીવ માટે પ્રાર્થના કરવી.
  5. રાત્રે ખુલ્લા આકાશ નીચે સૂતા સૂતા લાંબા સમય સુધી આકાશને નીરખ્યા કરવું. કોઈ જ આશા – અપેક્ષા કે વિચાર વિના આકાશની વિશાળતા અને સુંદરતાને ભીતર પ્રવેશવા દેવી. ખ્યાલ રહે કે આપની ભીતર જે જીવ અવતરવાનો છે એ આ આકાશના કોઈ અજ્ઞાત ખૂણેથી જ આવવાનો છે. આથી આકાશ સામે જોઈને ઉત્તમ જીવના જન્મ માટેની પ્રાથના કરવી શ્રેષ્ઠ માર્ગ છે.
  6. પ્રકૃતિના વિવિધ ભાગોને ખુલ્લી આંખે બરાબર નિરખો અને પછી આંખો બંધ કરીને અંદરની આંખોથી એ દ્રશ્યને મમળાવો.
  7. ટૂંકમાં, બાળક આયોજન વગર અકસ્માતથી આવી જાય એના બદલે વ્યવસ્થિત આયોજનપૂર્વક આવે એ ઉત્તમ છે.

‘ગર્ભસંસ્કાર’ (લેખક : ડૉ. દેવાંગી જોગલ) પુસ્તકમાંથી

આ પુસ્તક મેળવવા અહીં ક્લિક કરો………

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!