Mojemoj.com

Best Gujarati Blog

ગરમ સમોસુ – નશીબ માં હોય એમને જ મળે

હજુ ગઈ કાલે જ હોસ્ટેલ પર થી ઘરે આવ્યો

ઘરે આવું એટલે ચંપાક્કાકા આવી જાય

“આવી ગયો બેટા ??”

“હઅવવવવ આવી ગયો કાકા”

“આ વખતે વધુ રોકજે ’’

‘હા કાકા’’ આ વખતે લાબું વેકેશ છે

ચંપક કાકા ને મારે પ્રત્યે બોવ લગાવ ને મને કાકા પ્રત્યે

2 દિવસ આવ્યો હોવ તો 1 દિવસ તો ત્યાં જ જમવાનું હોય.

ખાલી નામ ના જ ચંપાક્કાકા બાકી યુવાન. હસે તો પણ નિર્દોષ બાળક જેમ ને અમને જો સોસાયટી માં જો આઉથી વધુ માજા આવતી હોય તો ચંપાક્કાકા પાસે.

વાતો તો એટલી સુંદર સુંદર કરે કે ગમે એવો કંટાળો આવતો હોય 5 મિનિટે માં તમે ફ્રેશ.

 

સાંજે બરોબર હું ને પપ્પા વાત કરતા હતા ને ત્યાં ચંપાક્કાકા આવ્યા

“આવો આવો કાકા બસ તમને જ યાદ કરતા હતા ને તમે આવ્યા”

કાકા આવે એટલે વાત તો ખૂટે નઈ ને થોડી વાર માં મમ્મી આવી સમોસા લઈને .

ને કાકા બોલ્યા

“બેટા આ સમોસા જોઈને યાદ આવ્યું કે ગઈ કાલ જ હું દુકાન બંધ કરીને ઘરે આવવા નીકળ્યો ને નરસિંહ ભાઈ મળ્યા ને કે

“હાલો ચંપક ભાઈ ચા પી ને જઈએ”

આપડે તો રેડી જ હોઈ

ગયા અરવિંદકાકા ને ગલ્લે ને અડધી ચા પતાવી ત્યાં એક નાનો છોકરો આવ્યો

ફાટેલા કપડાં ને પેટ ઉપર હાથ જોઈને લાગ્યું કે કદાચ ભૂખ લાગી હશે મેં વળી પૂ6યુ કે

“ભુખ લાગી છે બેટા ?”

તો ખાલી માથું હલાવ્યું.

“અરવિંદભાઈ આ છોકરા ને 2 સમોસા આપો.”

ને અના નસીબ કે સમોસા ગરમા ગરમ તેલ માંથી ઉતાર્યા જ હજુ ને પ્લેટ માં મુક્યાં . તરત જ પેલા છોકરા આ મોઢા માં મૂકી દીધું હું ને નરસિંહ ભાઈ તો જોતા જ રહી ગયા અમે એક તો ચા પણ ફૂંક મારી મારી ને પી છીએ ને આ જો મન માં થયું ભૂખ શુ શુ ના કરાવે?? “અરવિંદકાકા બીજા 2 સમોસા આપજો આને” ને

પૂછયુ” શું કરે છે બેટા ?”

‘સાહેબ ચા ની દુકાન પફ કામ કરૂં છું’

“આજે જમ્યો નથી કે શું?”

ના સાહેબ જ્યાં કામ કરતઓ ત્યાં 2 કપ તૂટી ગયા તો માલિકે 50 રૂપિયા કાપી નાખ્યા એટલે ભૂખ્યો છું.

મેં કીધું” ભણે છે?”

ના સાહેબ પણ વાંચતા શીખી ગયો છું

મેં કીધું ”કાલે આવજે સાંજે અહીંયા”

‘ભલે સાહેબ’

હું નિખિલ( ચંપકકાકા નો દીકરો ) ના થોડા જુના ચોપડા ને થોડા કપડાં લઈને ગયો ને આપ્યા રાજી ના રેડ થકઇ ગયો ને બોલ્યો સાહેબ સુ કામ કરૂં બોલો તમારું???

મને નવાઈ લાગી

“અરે કાઈ નાઈ તમતમારે મોજ કર’

તો ના પાડી ને કે “ના સાહેબ આજે મફત માં લઈશ તો આગળ ટેવ પડી જશે”

હું આશ્ચર્યચકિત થઈ ગયો આવડી ઉંમરે આવડી સમજણ??? ને અને તેને અરવિંદભાઈ ની ત્યાં ગ્લાસ ને દિશો ધોઈ દીધી પૂ6ય વગર. પછી તો ત્યાં નાનકડી નિશાળ માં બેસી ગયો ને ચોપડા કે કપડાં ક્યારેક ક્યારેક લાઇ જાવ હું. ને ભણવા સિવાય કૈક ને કૈક કામ કરે આને જોઈને એમ થઈ કેટલી પ્રામાણિકતા છે આની

ને એક બાજુ આજે જ સવારે દુકાન નું સત્રટ ખોલતો તો ને એક દાઢી વાળો ભાઈ આવ્યો ને બોલ્યો

‘કુછ દેદે બચ્ચે’

મેં વિચાર્યું સવાર સવાર માં ક્યાં ના પાડવી ને મેં 10 રૂપિયા આપ્યા તો કે

“100 દેદે ધંધા અચ્છા હોગા”

મેં કર્યું સટર બંધ ને કીધું ચાલો તો કે

“કહા?”

તો કીધું કે

“હમ દોનો મંગતે હૈ અગર હર દુકાન પર 100 100 મિલતા હૈ તો મેરા ધંધા તો ઘાટે કા હૈ”

ને તરતજ ચલતી પકડી

બોલો કેટલો ફેર છે આ15 વર્ષ ના છોકરા માં ને આ 50 વર્ષ ની દાઢી માં?

– Gopal kadvani

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!