ગૃહિણીઓ માટે થોડી જરૂરી માહિતી – વાંચીને ચોંકી ના જશો

એલ્યુમિનિયમનાં વાસણોમાં રસોઈ કેમ ન કરાય ?

એલ્યુમિનિયમ શરીર ઉપર ઝેર જેવી અસર કરે છે. વળી તે પદાર્થો સાથે બહુ સહેલાઈથી ભળે છે. એલ્યુમિનિયમની ડોલમાં રાત્રે પાણી ભરી રાખીએ તો સવારે છારી બાઝેલી દેખાય છે. એનો અર્થ એ કે પાણીમાં રહેલા ક્ષાાર અને એલ્યુમિનિયમની આંતરકિ્રયા માત્ર પડી રહેવાથી પણ થાય છે. ભોજન બનાવતી વખતે ગરમ, ખાટા-ખારા મસાલા, તેલ, પદાર્થમાં રહેલા ક્ષાર વગેરેની સાથે એલ્યુમિનિયમના પાત્રની આંતરક્રિયા વધારે તીવ્રતાથી થાય છે. એલ્યુમિનિયમ પદાર્થો સાથે ભળીને શરીરમાં જાય તો અનેક પ્રકારના ગંભીર રોગોનું કારણ બને છે. તેથી રસોડામાં ખરેખર તો એલ્યુમિનિયમના પ્રવેશ ઉપર જ પ્રતિબંધ હોવો જોઈએ.

જમવા માટે કયા વાસણો સારાં ગણાય ?

જમવા માટે શ્રેષ્ઠતાનો ક્રમ આ પ્રમાણે છે.
સોનું, ચાંદી, પાંદડાં, કાંસુ, કલાઈ કરેલું પિત્તળ, માટી, કાચ, કાગળ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટીક. આ પૈકી અંતિમ બે નુકસાનકારક ગણાય, પાંદડાં, ચાંદી અને સોનું ઉત્તમ ગણાય.

રસોઈને ગરમ રાખવા માટે થર્મલવેરનો ઉપયોગ કરાય કે ન કરાય ?

થર્મલવેરનો ઉપયોગ ન કરાય. પહેલું કારણ તો સ્વાસ્થ્યનું જ છે. અંદર જે ધાતુનો ઢોળ ચઢાવેલો હોય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વળી કૃત્રિમ રીતે ગરમ રાખેલી વસ્તુ સમય જતાં તાજી તો ન જ ગણાય. રસોઈ ગરમ હોય એ કરતાં તાજી હોય એ વધુ જરૂરનું છે. ગરમ રહે પણ તાજી ન રહે તો એનાથી થતું નુકશાન તો થાય જ છે. હા, ગરમ હોવાને કારણે સ્વાદિષ્ટ લાગે એથી આપણા મનમાં ભ્રમ નિર્માણ થઈ શકે. (દા.ત. એલ્યુમિનિયમ ફોઈલથી રોટલી વીંટાળવી તે.)

અમેરિકન મકાઈ, તાઈવાનનાં પપૈયાં વગેરે અનેક સંકરિત જાતો બજારમાં મળે છે તે બધી ખવાય કે ન ખવાય ?

આવી બધી સંકરિત જાતો વિકૃત હોય છે. દેખાવમાં અને કયારેક સ્વાદમાં સારી લાગે છે પરંતુ પોષણની દ્રષ્ટિ એ નકામી અને ઉલટી અસર કરનારી હોય છે. પોષણ આપવાને બદલે એ રોગ જ આપે છે. તેથી આગ્રહપૂર્વક એમનાથી દૂર રહેવું જોઈએ તેના જનીનમાં ફેરફાર કરેલા હોય છે. આવી જાતો શરીરમાં કેન્સર ઉત્પન્ન કરે છે.

ચા બનાવવાની સાચી રીત કઈ કહેવાય ?

તપેલીમાં પાણી ઉકળવા મૂકો. એક તપેલીમાં ચાની પત્તી નાંખો. એના ઉપર ઉકળતું પાણી રેડો. ઢાંકી દો. થોડીવારે બે મિનિટની અંદર – એને કીટલીમાં ગાળી લો. ખાંડ અને ગરમ દૂધ જુદાં પાત્રોમાં લો. કપમાં ચાનું પાણી લઈને એમાં જરૂર પ્રમાણે ખાંડ અને દૂધ નાંખો.
રૂચિ પ્રમાણે પાણી ઉકાળતી વખતે ફૂદીનો, આદુ, ચાનો મસાલો, એલચી નાંખી શકાય. પરંતુ અન્ય અનેક સાચી ખોટી રીતે ચા બનાવવામાં અને પીવામાં આવે છે.
કેટલાક લોકો ચાના પાણીમાં દૂધ નાખતા નથી પણ લીબું નીચોવીને લીંબુ ચા પીવે છે. કેટલાંક દૂધ, ખાંડ કે અન્ય કશું જ નાખ્યા વગર માત્ર ચાનું પાણી જ પીએ છે. કેટલાક લોકો ચા,ખાંડ,દૂધ,પાણી,આદુ,ફુદીનો બધું એક સાથે ભેગું કરીને ઉકળવા મૂકે છે. ઉકાળી ઉકાળીને ચા પાકી બનાવે છે એને રગડો ચા, ચાનો કાઢો, ચાનો ઉકાળો અથવા ચાપાક કહી શકાય. કેટલાક ચામાં ખાંડને બદલે ગોળ અથવા મધ નાંખે છે. કેટલાક ચામાં લીલી ચા નામે ઓળખાતું ઘાસ પણ નાંખે છે. આમ વિવિધ પ્રકારે ચા બનાવાય છે.

– Gaurang Joshi

Leave a Reply

error: Content is protected !!