Mojemoj.com

Best Gujarati Blog

ટહુકો અને તડાકો – જયારે વાત શિષ્ટાચાર ની હોય

વોર્ડની બહાર સંબંધી સાથે ઉભેલા રાઘવનું ધ્યાન, સંબંધીની વાતો કરતા વધારે, બાજુમાં આવેલા ઓપરેશન થિએટર પર હતું.. સામાન્ય રીતે સરકારી હોસ્પીટલના વોર્ડ કે ઓ.ટી. આસપાસની લોબી મહદઅંશે રેલ્વે સ્ટેશનના અનરિઝર્વડ વેઇટીંગ એરિયા જેવી જ હોય છે.. જયાં કૈંક લોકો રાહ જોતા, સુતા, જમતા, તડપતા, કણસતા, કયારેક રડતા જોવા મળી રહે છે..

આ અનરિઝર્વડ વેઈટિંગ એરીયા પાસે ગોઠવાયેલ એકમાત્ર લાંબા બાંકડા ઉપર એક વડિલ પુરૂષ અને એક યુવાન કન્યા બિરાજેલા હતા.. બંને જણા સતત મનોમન કંઇક ગણગણતા હતા.. ઈશ્વરને પ્રાર્થના કરતા હશે એમ રાઘવે વિચારી લીધું..

બાંકડો લાંબો હવા છતાં જેને સ્થાન નહોતું મળ્યું એવી એક અન્ય સ્ત્રી બાંકડાથી થોડે આગળ જમીન ઉપર, ખોડામાં એક બાળક લઈને બેઠી હતી.. રાઘવને સમજાઈ ગયું કે ‘નકકી આ બંને પરિવારના કોઈ અંગત ગંભીર બીમાર  હશે..’

થોડી વાર પછી, જમણા હાથ પર બેન્ડેજ લગાવેલા એક આધેડ મહિલા ઓ.ટી.માંથી બહાર આવ્યા કે તુરંત પેલી કન્યા તેને ભેંટી પડી.. તેની સાથેના વડિલ પણ ગદગદ દેખાયા.. ”એમના હાથમાં હેરલાઈન ફ્રેકચર છે, આફટર ટેન ડેઇઝ, બેન્ડેજ રિમુવ કરી નાખીશું.. મિનવ્હાઈલ, ટેક કેર ઓફ હર..” મહિલાની પાછળ પાછળ આવેલા ડો.વિવેક ટહુકયા..

એમની ચાલુ વાતચીત દરમ્યાન ઇજીપ્તના મમી જેવું, અડધા શરીરે પાટા વિંટાડેલું અન્ય એક દર્દી સ્ટ્રેચરમાં બેભાન અવસ્થામાં બહાર ધકેલાયું.. જમીન ઉપર બેસેલી સ્ત્રીએ સ્ટ્રેચરની નજીક આવીને ”હેં સાઈબ, મારા ઘરવારાને હારૂ છે ને.?” પૂછી નાખ્યું..

”ઓપરેશન થઈ ગ્યું છે, હવે તો સારૂ જ હોય ને.?” વાતચિતમાં વ્યસ્ત ડો.વિવેક તાડુકયા..

આંખો દેખા હાલ જોનારો રાઘવ ડો.વિવેક પાસે જઇને હાથ મિલાવતા બોલ્યો ”કોન્ગ્રેટસ ડો.વિવેક, ફોર ધ બોથ સકસેસફુલ મેજર સર્જરીસ..” પ્રશ્નાર્થ નજરે ઉભેલા ડો.વિવેકને, રાઘવને ઓળખતા વાર ન લાગી..

યેસ, રાઘવ..

તમારી નિષ્ઠાના ઘણા વખાણ સાંભડયા હતાં, આજે જોઈ પણ લિધી.. ગુડ બાય.. ઈટ વોઝ નાઈસ ટુ સી યોર વેલબિહેવ્ડ ટોક.. આટલું બોલીને જઇ રહેલા રાઘવની પીંઠ જોઈને, ડો.વિવેકનો ”ટહુકો અને તડાકો” બંને.. થોથવાયેલા અવાજમાં દબાઈ ગયા હતા..

રાઘવ એટલે.. ‘સંબંધીને જોવા’ના બહાને, સરકારી હોસ્પીટલમાં નિષ્ઠા(?)થી ફરજ બજાવતા સર્જન ડો.વિવેકનો પ્રિ-પ્લાન્ડ ઈન્ટરવ્યુ લેવા આવેલો, ‘ઈન્ડીયા ટાઈમ્સ’નો તેજાબી પત્રકાર..

…સેજપાલ શ્રી’રામ’, ૦૨૮૮

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!