પાંચ ભારતીય મહિલા નેતા જેમનું એટલુ આકર્ષક વ્યક્તિત્વ છે કે હિરોઈન પણ એમની પાસે પાણી ભરે

ખુબસુરત ચહેરાની વાત થતી હોય તો સૌથી પહેલા ફિલ્મ એક્ટ્રેસ જ યાદ આવે. બોલીવુડમાં ઘણી આકર્ષક અને સુંદર અભિનેત્રીઓ છે પણ અહીંયા ભારતીય રાજનીતિની વાત છે. કેટલીક મહિલા નેતા છે જે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

1. રામ્યા – દિવ્યા :

તમિળ એક્ટ્રેસ દિવ્યા એ વર્ષ 2015 માં રાજનીતિમાં એન્ટ્રી કરી. અભિનેત્રી તરીકે દિવ્યાએ ઘણી નામના મેળવી અને હવે આખી દુનિયામાં ખુબસુરત રાજનેતા તરીકે ઓળખાય છે.

2. અલ્કા લાંબા :


અલ્કા લાંબા આમ આદમી પાર્ટીના નેતા છે. તેઓ કૉલેજકાળથી જ રાજનીતિમાં રુચિ ધરાવતાં હતાં. 1995 માં તેઓ ડી.યુ. વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ પણ રહી ચૂકેલ છે. 1997માં પણ તેમણે કૉંગ્રેસ વિદ્યાર્થી સંગઠન NSUI ના અધ્યક્ષ તરીકે કાર્ય કરેલ. વર્ષ 2013 માં અલ્કાજી એ આમ આદમી પાર્ટી જોઈન કરી. હવે તેઓ ચાંદની ચોકથી વિધાયક છે. આકર્ષક વ્યક્તિત્વ સાથે તેમની ખૂબસૂરતી ને લીધે પણ તેઓ જાણીતા છે.

3. શ્રુતિ ચૌધરી :


હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલની પૌત્રી શ્રુતિ ચૌધરી કૉંગ્રેસ નેતા છે. તેઓ ભિવાની થી સાંસદ છે. રાજનીતિમાં આવ્યાં પહેલા તેઓ વકીલ હતાં. તેમનું સૌંદર્ય પણ લાજવાબ છે.

4. શ્રીમતી ડિમ્પલ યાદવ :


વાત જ્યારે સુંદર મહિલા રાજનેતા ની કરવામાં આવે તો યુ. પી.ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવનું નામ જરૂરથી લેવું પડે. ડિમ્પલજી પણ સાંસદ છે. હંમેશા સાડીમાં નજર આવતાં ડિમ્પલજી ખૂબ જ ખુબસુરત છે.

5. અંગુરલતા ડેકા :


અસમના મહિલા નેતા અંગુરલતા ડેકાની ખૂબસૂરતી કમાલ છે. આકર્ષક ચહેરાને લીધે તેઓના ઘણાં ફોટો વાયરલ થતા રહે છે. રાજનીતિમાં આવ્યાં પહેલા તેઓ અભિનેત્રી હતાં.
ભારતીય મહિલા નેતા કોઈ હિરોઈનથી ઓછા ખુબસુરત નથી અને સાથે ઘર વ્યવહાર પણ ખૂબ જ સારી રીતે ચલાવે છે. શ્રીમતી ડિમ્પલ યાદવ કે જેઓ અખિલેશજીના પત્ની છે એમનાં વિશે બધાં જાણે છે.

“નારી તું નારાયણી”

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!