બિલો ધ બેલ્ટ ‘ભાય’બંધી! – દંભ વગરની ભાઈબંધી વિષેની વાતો – રેટિંગ A

પેટા:

એ તમારા દરેક બ્રેકઅપ બાદ તમારી સામે બેસીને ફાકી ચોળતા ચોળતા, ખેતલા આપાએ ચા ઢીંચતા, સિગરેટ ફૂંકતા કે પેગ બનાવતા બનાવતા અઠવાડિયાની વધેલી દાઢી વલુરતા વલુરતા તમારી હૈયાવરાળ સાંભળતો હોય. જોકે, એ વાત પાછી અલગ છે કે કેટલાક બ્રેકઅપ માટે તો ઈ @&%વો જ જવાબદાર હોય.

લેખ :

(નોંધ : આ લેખના વિચારો સાથે તંત્રી તો ઠીક પણ ખુદ લેખક પણ સહમત હોય એ જરૂરી નથી. આ લેખ અંગેના વિચારો ગાળો સિવાયના કોઈપણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા. લેખમાં જ્યાં જેટલી ફુદડી(*#@) મુકી છે ત્યાં બરાબર ફુદડી જેટલા જ અક્ષર મુકવામાં તમે સફળ રહો તો માનજો કે તમારે ‘સાચા મિત્રો’ છે.

સવારથી ‘સાચા મિત્ર’ની વ્યાખ્યા સમજાવતા શુષ્ટુ સુભાષિત પ્રકારના મેસેજીસ વોટ્સએપ અને મગજ પર હથોડા ઝીંકે છે. મોટાભાગના મેસેજીસમાં ભારોભાર દંભ ટપકે છે. એટલે મને એઆઈબીના ઓનેસ્ટ સિરિઝના વીડિયોઝ જેવી કેટલીક વાતો સુઝે છે. પ્રસ્તુત છે દરેકના સ્કૂલ-કોલેજ અને આફ્ટરકોલેજકાળના તમામ લંગોટીયા(***ટીયા) મિત્રોને સમર્પિત હાસ્યલેખ.

એકચ્યુલી સાચો મિત્ર કરણ જોહરની ફિલ્મોના નહીં પણ એઆઈબીના વીડિયોઝના કેરેક્ટર જેવો હોય છે. સાચો મિત્ર એ નથી જે ફ્રેન્ડશીપ ડેના મેસેજ મોકલે. એનો તો કોલ આવે કોલ…કે, ‘એલા ફ્રેન્ડશીપ ડેના હારા મેસેજુ મોકૈલને કોલેજની છોકરીયુંને મોકલવા છે.’ સાચી ભાયબંધી ફ્રેન્ડશીપ બેલ્ટમાં નહીં પણ ગ્રૂપની ‘બિલો ધ બેલ્ટ’ વાતોમાં છલકાતી હોય છે.

એને ગ્રૂપની નાગાઈ (અને લુખ્ખાઈ) બંન્નેની પાકી ખબર હોય. એ જાણતો જ હોય કે આ એકેય **ના’વ મને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવાના નથી. નથી એમની દાનત નથી એમની પાસે પૈસા. #ડુંને બેલ્ટ બાંધવા એ ગમે ન્યાથી પૈસા લઈ આવશે. આપણને બાંધવાના આવે તો **વા’વ પાસે પૈસા નથી હોતા. એ ભડનો દીકરો જાતે ખરીદી લાવે અને ક્યે કે #*ના’વ આ મને બાંધો, કોલેજમાં સિન નાખવા છે.

એ છોકરી માટે દોઢસો રૂપિયાવાળો અને ગ્રૂપ માટે પચાસના ડઝનવાળા ફ્રેન્ડશીપ બેલ્ટ લાવે છે. તમે પેલો દોઢસોવાળો બેલ્ટ ભાળી જાવ તો બિચાકડો નિખાલસતાથી ક્યે પણ ખરો કે, ‘ *#ના થાતા નૈ, ઈ તમારી ભાભી માટે છે.’ એટલે ગ્રૂપમાંથી કો’ક અખિલ કાઠીયાવાડ લુખ્ખા એસો.ના તકિયાકલામ જેવો પ્રખ્યાત ડાયલોગ પણ હંભરાવે કે, ‘બસને…. #ડું વાંહે ભાયુંને ભૂલી જવાનાને….?’ એટલે સાચો મિત્ર સાચો જવાબ પણ આપે કે, ‘#ડું [email protected]#વા દેહે તમે દેહો?’

પેલી એ તમને હજુ ‘હા’ ન પાડી હોય(કારણ કે, પૂછવાનુ જ બાકી હોય. કે’તા ફાટતી હોય) ને સાચો મિત્ર એને દિલ-ઓ-જાનથી ભાભી માની બેઠો હોય. સાચો મિત્ર એ છે કે પેલીએ અપમાનિત કરીને ના પાડી દીધી હોય ને ગ્રૂપમાં આવીને ક્યે, ‘હવે મને એનામાં રસ નથી. ચાલુ છે હાવ. પેલા વિકીડા હારે હાલે છે એનું.’ ગ્રૂપના સભ્યો પેલીએ ના પાડી હોવાની હકિકત જાણતા હોવા છતાં એને આશ્વાસન આપે કે, ‘જવા દે જીગા અમે તો પેલ્લેથી જ કે’તા’તા કે ઈ ખટારો છે.’

એ તમારા દરેક બ્રેકઅપ બાદ તમારી સામે બેસીને ફાકી ચોળતા ચોળતા, ખેતલા આપાએ ચા ઢીંચતા, સિગરેટ ફૂંકતા કે પેગ બનાવતા બનાવતા વધેલી દાઢી વલુરતા વલુરતા તમારી હૈયાવરાળ સાંભળતો હોય. જોકે, એ વાત પાછી અલગ છે કે કેટલાક બ્રેકઅપ માટે તો ઈ ##વો જ જવાબદાર હોય. તમારું ચાલુ થ્યું હોય એના મહિના બાદ તમને ખબર પડે કે તમે જ્યારે જ્યારે ચુકી જતા ત્યારે ત્યારે તમારાવાળીને ‘જમી લીધુ’ સહિતના ખબરઅંતર એ પુછી લેતો. વખત આવ્યે પેલીને પણ ઘઘલાવી નાખતો કે તું આનામાં શું ભાળી ગૈ. (મનમાં: મારામાં એવું કશું નથી?) તને તો ખબર છે કે ઈ કેવો છે.(મનમાં : ના ખબર હોય તો મને પુછ બકા, હું કહું.) તમે ગુસ્સે થાવ તો એને વાળતા પણ આવડે. એ કહે કે, “બસનેએએએ….? કર દી ના છોટી બાઆઆઆતતતત……? દીખા દી ના ઓકાઆઆતતતત….? ‘ભાય’ પર શંકા કરવાની? હું તો તારું હાચવતો’તો. મેં એને ના સંભાળી હોત તો એ ક્યારની’ય તને છોડી ગઈ હોત.’ ગુસ્સાથી તમારું મગજ ફાટફાટ થતું હોય ત્યાં અચાનક જ તમને યાદ આવે કે પિન્કી સાથે એનું ચાલતુ હતુ ત્યારે એ રોજ રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી પિન્કી સાથે વાતો કરતો અને એક હેન્ડસ ફ્રી તમારા કાનમાં ભરાવવા દેતો. એટલે તમે બધુ જાણતા હોવા છતાં (જખ મારીને) મોટું મન રાખી એને માફ કરી દો. (ના કરો તો ક્યાં #ય જાવ?) કારણ કે, તમને ખબર જ હોય કે પેલી #ય ગઈ પણ બીજી પટાવવામાં આની જરૂર પડવાની.

સાચો મિત્ર એવો હોય જે તમારી એ વાતો જાણતો હોય જેના વિશે તમને થતું હોય કે આ **નાને આ બધુ ક્યાં કિધું? ને જો તમે હોસ્ટેલિયા કે પી.જી.વાળા હોય તો એ તમારા કયા અંડરવિયરમાં કેટલા કાણા છે એનો પણ સાક્ષી હોય. (મુંગીનો મરજે એલા…)

બાળપણમાં ક્રિકેટની ટીમમાં એને સમાવાય તો તમે દલિત આંદોલનકારીની જેમ ઝેર પી જવા તૈયાર હોવ પણ એને રમાડ્યા વિના છૂટકો ન હોય કારણ કે, ટીમનું નવું બેટ એના બાપાના ખર્ચે આવેલું હોય. એટલે તમને વારંવાર એનું જ બેટ એના જ શરીરમાં ક્યાંક ખોસી દેવાની અદમ્ય ઈચ્છાઓ થઈ આવતી હોય પણ તમે એમ કરી શકતા ન હોવ.

એ ‘હર ઈક ફ્રેન્ડ કમિના હોતા હૈ…’ ગીતની તમામ પંક્તિઓમાં બરાબર ફિટ બેસતો હોવા છતાં એ તમને ગમતો હોય. એના ‘કમિનાપન’ના કારણે જ એ તમને વ્હાલો લાગતો હોય. એ બુંદિયાળ લાગતો હોવા છતાં રાતની બેઠકમાં એ નો હોય તો એ *#વા વિના મજા નો આવે. ભલે પૈસા નો કાઢે પણ મહેફિલમાં એના વિના સુનુ સુનુ લાગે. ગાયરુ દેવા તો ગાયરુ દેવા પણ ઈ તો જોય જ. (લખ્યા તા. 7 ઓગષ્ટ 2016, આ જૂનો લેખ છે. જે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ફરી શેર કર્યો.)

ફ્રિ હિટ :

He : પેલી જો.

He : એને જ જોઉં છું તું ના જો $#&વા

તુષાર દવે

Leave a Reply

error: Content is protected !!