રવા નારિયેળના લાડુ બનાવતા શીખીએ – સરળ રીતથી બનાવીને પરિવારને ખુશ કરી દઈએ

આજે આપણે રવા અને નારિયેળના લાડુ બનવતા શીખીશું, જે ખુબજ સ્વાદિષ્ટ અને સરળ એવી મીઠાઈ છે. સામાન્ય રીતે રવાનો વધુ પડતો ઉપયોગ પ્રશાદ ના શીરામાં થતો હોઈ છે. આજે આપણે તેમાંથી લાડુ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ લાડુ બનાવવામાં ખુબજ સરળ અને સિમ્પલ છે. ઘર પર આસાનીથી આ લાડુ બનાવી શકાય છે. ઉપરાંત પ્રશાદમાં પણ આપી શકાય છે. મેહમાનોની સામે મીઠાઈ પ્રસ્તુત કરવામાં પણ આ લાડુ એક શ્રેષ્ટ વિકલ્પ છે. ભારતીય રાંધણકલામાં આ લાડુ કોઈ તેહ્વારો પર જ બનતા હોઈ છે. પરંતુ આ લાડુ બનાવવા તેટલા સરળ છે કે આપ કોઈ પણ સમયે બનાવી શકો છો.

આ લાડુ આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે સરળતાથી બનાવી શકો છો. તેઓને રવા નારિયેળના લાડુ ચોક્કસપણે ભાવશે.ભોજન સમયે પણ અલગ-અલગ વાનગીઓની સાથે આ લાડુ પીરસી શકાય છે. આ લાડુ બનાવવા માટે ખાંડ, દૂધ, નારીયેલ અને રવાની જરૂર રહેશે. તે લગભગ બધાજ રસોડે ઉપલબ્ધ હોઈ તેવી સામગ્રીઓ છે. તો ચાલો મિત્રો, જોઈએ રવા નારિયેળના લાડુ બનાવવાની રીત.

રવા નારિયેળના લાડુ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

 • ૧ કપ રવો(semolina).
 • ૧ તાજું નારીયેલ(coconut).
 • ૧/૨ કપ દળેલી ખાંડ અને એલચી પાવડરનું મિશ્રણ(mixture of powdered sugar and cardamom powder).

અન્ય સામગ્રીઓ:

 • ૩-૪ ચમચી દૂધ(milk).
 • ૧ ચમચી ક્રીમ(cream).
 • ૩-૪ ચમચી ઘી(ghee).
 • ૧ ચમચી કાજુ(cashew nuts).
 • ૧ ચમચી બદામ(almonds).
 • ૨ ચમચી ટુટી-ફ્રૂટી(tuti-fruity).

રવા નારિયેળના લાડુ બનાવવાની રીત:

 • સૌ પ્રથમ નારીયેલનો અંદરનો ભાગ કાઢી તેને નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ તેને મિક્ષ્ચર જારમાં નાંખી ક્રશ કરી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રવો ઉમેરી, મધ્યમ તાપમાન પર તે સુગંધ છોડવા લાગે ત્યાં સુધી શેકી લો.
 • તેને વધુ વાર સુધી ન શેકો, તે ફક્ત સુગંધ છોડે ત્યાં સુધી જ શેકો. હવે તેમાં નારીયેલ ઉમેરી તેને ૨ મિનીટ સુધી પકાવો. ૨ મિનીટ બાદ ગેસ બંધ કરી તેમાં ખાંડ, બદામ ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
 • હવે ફરીથી ગેસ શરુ કરી તેમાં દૂધ, ક્રીમ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેને વધુ ૨ મિનીટ સુધી પકાવી તેમાં ટુટી-ફ્રૂટી ઉમેરી મિક્ષ કરી લો અને આ મિશ્રણને બાઉલમાં કાઢી લો.
 • હવે લાડુનો મોલ્ડ લઇ તેમાં સૌ પ્રથમ બદામ અને ત્યારબાદ ટુટી ફ્રૂટી મૂકી ત્યારબાદ બનાવેલ મિક્ષ્ચર મૂકી દબાવી દો. હવે તેને મોલ્ડમાંથી હળવેથી કાઢી સર્વ કરો.

સૌજન્ય: વોટ્સએપ ગ્રુપ

Leave a Reply

error: Content is protected !!