લાજ – ખોટા અથઁધટન નુ આવરણ
આપણા સમાજમા હજુ પણ અમૂક જુના,નકામા,ખોટા રીવાજો છે.ગામડામા હજુ પણ,નવુ યુગલ પ્રભુતામાં પગલાં માંડે ત્યાજ બન્નેના મનમાં વિકરાળ પ્રશ્ન આગની જેમ પ્રગટ થાય અને આ આગ એટલે લાજ.
મનેતો એ નથી સમજાતુ કે આ સાડીની લાજ થી આપણા સમાજને શુ ફાયદો થાય છે.
લોકો સગપણ કરતા પહેલા તેના છોકરા માટે સંસ્કારી,સુંદર,સુશીલ,કામણગારી અને કામ કરવામા જીવરી હોય તેવી છોકરી શોધતા હોય છે. આવી છોકરી મળતાજ જેતે છોકરાના પિતા તેનો સબંધ કરી નાખતા હોય છે.સબંધ થતાજ થોડા સમય પછી લગ્ન પણ કરી નાખે છે.તે છોકરીની વિદાય વખતે તે ધરના સભ્ય છોકરીના મા-બાપને કહેતા હોય છે કે,તમે ચિંતા ના કરતા,અમે તમારી છોકરીને અમારી છોકરી માની ને તેને રાખીશુ,સાચવી છુ.પરંતુ પરણીને ધરે આવે એટલે વડીલોની લાજ કાઢવી કે નહી તે સવાલ ઉભો થાય છે.હકીકતમા આ સવાલ જાણી જોયને ઉભો કરાય છે.
આ લાજ કઢાવાથી કોઈ જ ફાયદો થતો નથી.કેમ કે સાડીનો ધુધટો કાઢીને બેઠેલી ધરની તે સ્ત્રીને ખબરજ નથી હોતી કે તેના સસરા કોણ છે,તેના કાકાજી કોણ છે,તેના ગઢા સસરા કોણ છે. કેમ કે તેને તો સારી,સરખી રીતે તે વડીલોના ચહેરા પણ જોયા નથી હોતા.આપણાજ ધરની અંદર ,આપણા વડીલોની ઓળખ,તે લાજની લપેટમાં ખોવાઇ જાય છે.સાથે સાથે સુંદર અને દેખાવડી વહુની ઇચ્છા પણ તે લાજના લીધે અધુરી રહી જાય છે.કેમ કે સુંદરતા લાજની અંદર ગરકાવ થઈ જાય છે.લાજના હિસાબે તેનો સુંદર,નમણો ચહેરો આપણે જોય શકતા નથી.લગ્નની વિદાય વખતે છોકરીના માબાપને અમારી છોકરીની જેમ રાખીશું એવી આપણે આપેલી બાહેધરી પણ આ લાજના હિસાબે ખોટી પડે છે. કેમ કે છોકરી કયારે તેના પિતાની લાજ નથી કાઢતી.
લાજના આ ખોટા રીવાજથી પરણેલી સ્ત્રી હંમેશના માટે આંધળી થઇ જાય છે.કેમ કે તેની આંખોની રોશની આ લાજની ગુલામ બની જાય છે.તેના ચહેરા પર રહેલી રંગીન ભાવનાઓના રંગો રોળાઈ જાય છે.તેના હસતા ચહેરાની ખુશી પણ તે લાજમા ખામોશ થઇ જાય છે.લાજના હીસાબે તેની આસપાસની આ અદ્ભૂત દુનિયા પણ તેની આંખોથી દુર થઇ જાય છે.શૃંગારથી મહેકી ઉઠેલા તેના સોદૌર્યની સુગંધ પણ આ લાજમા લુપ્ત થઈ જાય છે.કાન,નાક અને ડોકમા પહેરેલુ ડિઝાઈનીંગ,લાજવાબ સોનાના કેરેટ પણ આ લાજમા રાજ બનીને રહી જાય છે.હોઠની લાલ લાલી,નમણી આંખોનુ કાજળ,કપાળનો ચાંદલો અને લાલ કંકુથી માથામાં સજાવેલા તેના પતિના સૌભાગ્યનો શિંદુર પણ આ લાજમા કાયમ માટે ઢંકાઈ જાય છે.
લાજ કાઢેલી સ્ત્રી જીવતી હોય તો પણ, લાશ જેવી લાગે છે. કેમ કે લાજના ધુધટામા તેની વાતો વિખરાઈ જતી હોય છે.પોતે અનુભવેલી ખુશી તે આ લાજના હિસાબે આપણી સમક્ષ મુકી નથી શકતી.પોતાને થતી વેદનાના આંસુ પણ આપણી સમક્ષ આ લાજના હિસાબે સારી નથી શકતી.
પોતાને મનગમતું અને ખુબજ ભાવતુ સ્વાદિષ્ટ ભોજન પણ પેટ ભરીને આ લાજના હિસાબે નથી ખાઇ શકતી.લાજના હિસાબે તેના ધરની ભવ્ય સુંદરતાને પણ નથી જોઇ શકતી.
મનેતો એવુ લાગે છે કે લાજ રાખવી અને લાજ કાઢવી આ શબ્દો જ આપણા મહાન વડીલોને નથી સમજાણા લાગતા.કેમ કે લાજ રાખવી એટલે સ્ત્રીઓ અને અન્ય પુરુષો ને તેનાથી મોટા માણસ એટલે આપણા વડીલોની ભાવનાઓ નુ સન્માન કરવું.પરંતુ લાજ કાઢવી એ આપણા સમાજની ના સમજ અને નકારાત્મક માન્યતા છે.ભારતની નારી ને મારી એક નમ્ર વિનંતી છે કે લાજ નાનામોટા બધાની રાખજો,પરંતુ તમારી સુદંર સાડીથી લાજ ના કાઢતા.કેમ કે લાજ કાઢવી એ લાજ રાખવી એ શબ્દ નુ ખોટુ અથઁધટન છે.એટલેજ હજુ પણ ભારતની નારી આ લાજનુ ખોટુ આવરણ બનાવી જીવનભર આંધળી થઇને જીવતી લાશ બનીને જીવે છે.
લાજ બધાની રાખો,પણ આ સાડીની લાજ ને હવે વહેલી તકે હાકી કાઢો.
-ખોડીફાડ મેહુલ (ગુરુ)