Mojemoj.com

Best Gujarati Blog

શિવની સાધના અને આરાધના કરતા અધોરપંથના અઘોરીઓની જીવનશૈલી વાંચવા જેવી છે

અઘોર એક પંથ છે અને તેના અનુયાયીઓ અઘોરી છે. અઘોરીઓ જેટલા ડરામણા દેખાય છે તેમના કામ તેનાથી પણ વધારે ડરામણા હોય છે. તેમની રહેણી કરણી અને ખાન-પાન સામાન્ય માણસોથી એકદમ અલગ હોય છે. સ્મશાન તેમનું પ્રિય સ્થાન છે અને બળતાં શબ તેમનું પ્રિય ભોજન. અઘોરીઓ ક્યારેય કોઇની પાસેથી કંઇ પણ નથી માગતા.

અઘોરી શૈવ ધર્મ સાથે જોડાયેલા છે. અઘોર પંથમાં ભગવાન શિવની સાધના કરવામાં આવે છે. અઘોરીનું એકમાત્ર ધ્યેય છે પોતાના આરાધ્ય શિવની સાધના અને તેમને પામવા. તેમનો મોટાભાગનો સમય સ્મશાનમાં સાધના કરતાં જ પસાર થાય છે.

અઘોરી કોઇ પણ વસ્તુની ઘૃણા નથી કરતા એટલા માટે જ તેઓ ગમે તેવું ભોજન કરી લે છે. જાનવરોનાં માંસથી લઇને મનુષ્યના માંસ સુધી તમામ ખૂબ જ ખુશ થઇને ખાય છે.
તેઓ ગાયનું માંસ નથી ખાતા. એકાંતમાં રહેતા અઘોરીઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે તેમને બહારની દુનિયાથી કંઇ જ લેવાદેવા નથી હોતી.

ઉઘાડા શરીરે ફરતાં આ અઘોરીઓને ઠંડી કે ગરમીની કોઇ જ અસર નથી થતી. સ્મશાનની રાખને તે પોતાના શરીર પર લગાવે છે. કહેવાય છે કે 5 તત્વોથી બનેલી આ ભસ્મ તેમને તમામ બીમારીઓથી દૂર રાખે છે.

મૃત્યુથી તમામને ડર લાગે છે પરંતુ અઘોરી મૃત્યુનાં ગાઢ રહસ્યને સમજવાના પ્રયત્નમાં રહે છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે.. તે ક્યાં જાય છે. આ તમામ બાબતો જાણવા માટે તેઓ સ્મશાનમાં ત્રણ પ્રકારની સાધના કરે છે. પહેલી સ્મશાન સાધના, બીજી શવ સાધના અને ત્રીજી શિવ સાધના.
અઘોર સાધના માટે તેમનું મગજ સક્રિય રહેવું ખૂબ જરૂરી છે. પંચકરા સાધનાથી તેઓ માનસિક સ્થિતિને નિયંત્રિત કરે છે.

આ વિધિ કોઇ સામાન્ય અઘોરી નથી કરી શકતા. તેના માટે ગુરુનું માર્ગદર્શન અને ખાસ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઘઉં, માંસ-મદિરા સહિતની તમામ સામગ્રીને અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. સ્મશાનમાં કરવામાં આવતી શબ સાધના અઘોરીઓ માટે સૌથી મુશ્કેલ તેમજ ખતરનાક હોય છે. આ સાધનાને પૂરી કરવા માટે અઘોરીઓ કોઇ કિશોરી કે બાળકીની ડેડ બોડીને મૂકે છે. સાધના દરમિયાન તેના શબ પર બેસીને મંત્રોચ્ચાર કરે છે.
બનારસનો મણિકર્ણિકા ઘાટ અઘોરીઓનું પસંદગીનું સ્થાન છે. એવું કહેવાય છે કે અહીં અગ્નિસંસ્કાર કરવાથી મોક્ષ મળે છે. ભારે ભીડને કારણે અહીં અગ્નિ સંસ્કાર માટે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી પડે છે. અહીં શબને ચિતામાં આગ લગાવ્યા બાદ તેને થોડીક જ ક્ષણોમાં ગંગામાં વહાવી દેવામાં આવે છે. આજુબાજુ બેઠેલા અઘોરીઓ આ અડધા બળેલા શબને કાઢીને ભોજન કરે છે.

અઘોરીઓ જે જીવનશૈલીમાં રહે છે તે સાધનાની એક રીત છે. તે પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માગે છે. અઘોર સાધનમાં મંદ-મંદ યોગ સાધના પણ કરવામાં આવે છે. રાવણ આ સાધના કરતો હતો. શિવને પ્રસન્ન કરવા માટે તે પોતાનું મસ્તક કાપીને તેની અગ્નિમાં આહુતિ આપતો હતો.
એવું કહેવાય છે કે શબ સાધનાથી મડદાં પણ બોલી ઊઠે છે. આ સાધના તમારી ઇચ્છા પૂર્ણ કરે છે. એવું કહેવામાં આવે છે અઘોરીઓ પાસે ભૂતોથી બચવા માટે ખાસ પ્રકારના મંત્રો હોય છે. આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં અઘોરી ચિતા તેમજ પોતાની ચારેય બાજુ એક લીટી દોરે છે. ત્યાર બાદ તે પોતાની સાધના શરૂ કરે છે.

સોર્સ: સમભાવ સમાચાર

અઘોરીઓ અને એમના જીવન ઉપર ઘણા ગુજરાતી પુસ્તકો લખાયેલા છે. જેમાં અઘોરીઓ સાથે પાંચ દિવસ, અઘોર જંગલના અઘોરી સાધુઓ, અઘોર નગારા વાગે લોકપ્રિય છે. આ પુસ્તકોની યાદી જોવા અહી ક્લિક કરો અથવા વોટ્સએપ કરો 7405479678 પર.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!