શીતળા સાતમ પર ઘી, ગોળ અને બાજરીના લોટની કુલેર બનાવવાનું ચૂકશો નહિ

શ્રાવણ મહિના નું મહત્વ અને એને અનુરૂપ કોઈ ને કોઈ કથા અમે આપણે રોજ પીરસતા રહીએ છીએ અને સાથે સાથે જરૂરી રસોઈ ની રેસીપી પણ. નાગપાંચમ અને ખાસ કરીને શીતળા સાતમ ઉપર બાજરીના લોટની કુલેર ની પ્રસાદ દરેક ઘરે બને જ છે.

ચાલો જાણીએ બાજરીના લોટની કુલેર બનાવવાનો બેસ્ટ અને ઇઝીએસ્ટ રસ્તો

કુલેર એક ઘી, ગોળ અને બાજરીનો લોટ (કે ક્યારેક અન્ય લોટ) ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં અને શીતળા સાતામમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી વિશે…

કુલેર બનાવવા જરૂરી સામગ્રી:
– એક કપ બાજરીનો લોટ
– અડધો કપ ગોળ
– ઘી જરૂર મુજબ
 
કુલેર બનાવવાની રીત:
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરીનો લોટ ચાળી લો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો. પછી બંનેને હાથની મદદથી જ બરાબર મિક્સ કરો. બને ત્યાં સુધી ગોળને સમારીને જ નાંખવો, જેથી જલ્દીથી ભેગા થશે. લોટના ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં ગરમ કરેલું ઘી રેડવું. ઘી રેડ્યા બાદ ફરીથી ગોળ, ઘી અને લોટ એમ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી. ત્યારબાદ હાથની મદદથી લાડુ વાળો. તો તૈયાર છે બાજરીના લોટની સ્વાદિષ્ટ કુલેર…

ગુજરાતીઓ ના સૌથી લોકપ્રિય ફેસબુક પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” પર પબ્લીશ કરેલ આ પોસ્ટ જો તમને પસંદ પડી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!