એક બહેનની વેદના જો કોઈ ભાઈને સંભાળાય તો !!

રક્ષાબંધનના દિવસે એક ભાઈની પ્યારી બહેનના આંખમાં આંસુ હતાં.આ જોઈ ભાઈએ પોતાની લાડકી બહેનને પુછ્યું કે હું તારો ભાઈ છું મને કહે આજે રક્ષાબંધનનાં દિવસે તારી આંખમાં આંસુ કેમ છે?ભગવાને આપણને આલીસાન બંગલો,મોંઘીદાટ કાર તેમજ સુખ સંપત્તિ બધુ જ આપ્યું છે.તને પણ ઘણુ જ સારુ સાસરું મળ્યું છે બોલ બહેન તને હું શું આપુ? સોનાનો હાર, તને ગમતી કાર,મોબાઇલ,કે તું માંગીશ એટલાં રોકડા રૂપિયા બોલ..

આજે મારે વર્ષમાં એક વાર દેવાનો વારો આવ્યો છે.બોલ બહેન શું જોઈએ તારે? અને તારી આંખમાં આંસુ કેમ છે?…આજનાં ખુશીનાં દિવસે તારી આંખમાં. આંસુ જોઈ મારા પગ નીચેથી ધરતી નીકળી ગઈ…બોલ બહેન શું જોઈએ છે તારે?

આંખના આંસુ લૂછી બહેને ભાઈની સામે જોઈ એટલું જ કહ્યુ કે “ભાઈ હું તૌ પારકી થાપણ છું.” “ભગવાને મને સારુ સાસરું આપ્યું છે સારો પતી આપ્યો છે અને સારા સાસુ સસરા આપ્યા છે મારે પૈસા ગાડી કે તારી કિંમતી ભેટ નથી જોઈતી”, પરંતુ “તારી પાસે સારો બંગલો હોવાં છતા આપણા મમ્મી-પપ્પા એક નાની એવી ઓરડીમાં રહે છે અને આ ઉંમરે હાથે રોટલા બનાવીને ખાય છે, ચૂલાનાં ધુમાડાથી આંખ પણ મિચાય જાય છે… ભાઈલા બંધ આંખ અને અંતરથી તો માં તારી ખુશીની જ પ્રાર્થના કરે છે.ભાઈ તેં ક્યારે ત્યાં જઈને જોયું છે?…

આપણી માં રસોઈમાં લોટ બાંધે છે ત્યારે પાણીથી નહીં પોતાના આંસુથી લોટ બાંધે છે.

મિત્રો મા બાપ પોતાના સંતાનો માટે રાત દિવસ મહેનત કરી પરસેવો પાડે છે અને ગઢપણમાં તે દિકરા માટે આંસુ પાડે છે કેટલી શરમજનક વાત કહેવાય…

મિત્રો સોશ્યલ મીડિયા પર આવતી સારી પોસ્ટ પર આપણેે જરૂર સારી સારી કમેન્ટ કરીએ છીએ પરંતુ એ પોસ્ટ વાંચ્યા પછી આપણા વ્યવહારમાં આપણા માતા પિતા પ્રત્યે વ્યવહારમાં તેમની સારસંભાળ રાખવામાં અન્ય બાબતમાં કેટલું પરિવર્તન આવ્યુ તેં એકવાર નિરાંતે બેસી દિલથી વિચારી જોજો અને રોજ થોડી વાર આવુ વિચારજો અને તમારુ પોતાનુ નિરીક્ષણ કરજો તમે દિલથી વિચાર્યું હશે તો ઘણુ પરિવર્તન આવેલું દેખાશે..

સંકલન: ”ગુંજન” શૈલેષ હદવાણી

Leave a Reply

error: Content is protected !!