ચમત્કારને નમસ્કાર – ૨૫ રૂપિયા અને ૫૦ પૈસા હથેળીમાં લઈને નીકળેલી બહેનની વાર્તા
માત્ર ૬ જ વર્ષની નાનાકડી પિંકી પોતાની પીગી બેન્કમાંથી બધાં સિક્કા કાઢીને એને પોતાના ફ્રોકના ખીસામાં મુક્યાં અને ઘરની બહાર નીકળી ગઈ.
એના ઘરથી થોડેક જ દૂર એક મેડીકલ સ્ટોર હતો તે ત્યાં પહોંચી અને ઝડપથી પગથીયાં ચડી ગઈ !!!!
એ કજઈને કાઉન્ટર પાસે ઉભી રહી …….અને એ ત્યાં કાઉન્ટર પર ઉભેલાં માણસને બોલાવી રહી હતી !!!! એના અવાજની કોઈજ નોંધ લેતું નહોતું !!!! અને એ નાનકડી પિંકી કોઈને નજરે પણ પડતી નહોતી કારણકે બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં …….
દુકાનના માલિક કોઈ દોસ્ત વિદેશથી આવ્યો હતો એટલે એ એની જોડે ગપ્પાં મારતો હતો …….
એ જ વખતે પિંકીએ ખીસામાંથી એક સિક્કો કાઢ્યો અને કાઉન્ટર પર ફેંક્યો !!!!
સિક્કાના ખનનન અવાજથી બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું !!!! એનો કીમિયો કારગત નીવડયો !!!!
દુકાનદાર પાછળથી આગળ આવ્યો અને એને પિન્કીને પુછ્યું કે તને શું જોઈએ છે દીકરી ?
એને ખીસામાંથી નાધા સિક્કા કાઢીને પોતાની નાનશીકડી હથેળીમાં રાખી દીધાં અને પેલાં દુકાનદારને કહ્યું કે ” મારે ચમત્કાર જોઈએ છે ?”
દુકાનદારને બરોબર સમજાયું નહીં એણે ફરીથી પૂછ્યું “શું જોઈએ છે તારે ?”
તો પીન્કીએ ફરી એજ રટણ કર્યું ——- ચમત્કાર !!!!”
દુકાનદાર વિચારમાં પડી ગયો
પછી એણે પિન્કીને કહ્યું ” બેટા અહી તો ચમત્કાર નથી મળતો !!!!”
પિંકી બોલી ” અહી દવાઓ મળે છે તો પછી ચમત્કાર કેમ નથી મળતો !!!!”
દુકાનદારે એ નાનકડી છોકરીને કહ્યું ” તને એવું કોને કહ્યું કે અહીં ચમત્કાર મળે છે ?”
ત્યારે પરલી છોકરીએ પોતાની કાલીકાલી ભાષામાં બોલવાની શરુ કર્યું
“મારરો ભાઈ જે ૯ વર્ષનો છે એના માથામાં ટ્યુમર થયું છે , પાપા- મમ્મીને એવું કહેતા સાંભળ્યા હતાં કે ડોક્ટર અન ઇલાજ માટે ૪ લાખ રૂપિયા માંગે છે અને જો સમયસર તે ના ભરાયા તો કોઈ ચમત્કાર જ એને બચાવી શકે એમ છે આમ તો એના બચવાની સંભાવના ઓછી છે !!! પણ કદાચ તે બચી શકે એમ છે !!!!
પપ્પા મામાંમ્મીને કહી રહ્યાં હતાં કે મારી પાસે વેચવાં જેવું હવે કશુજ બાકી રહ્યું નથી ….ના કોઈ જમીન છે મારી પાસે કે ના કોઈ જરઝવેરાત !!!!cબધું જ ઈલાજ પહેલાં ખર્ચાઈ ગયું છે, રોજીંદી દવાઓના પૈસાનો ઇન્તેજામ પણ હું માંડ માંડ કરું છું
આ વાત સાંભળીને પેલા માલિકનો મિત્ર જે વિદેશથી આવ્યી હતો
તે પિંકી પાસે આવીને નીચે બેઠો અને પીન્કીના માથામાં મમતાભર્યો હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો
“સારું બેટા ………..તું કેટલાં પૈસા લાવી છું ચમત્કાર ખરીદવા !!!”
એને પોતાની મુઠ્ઠીમાંના બધાં પૈસા પેલાં વિદેશી ભાઈના હાથમાં મૂકી દીધા
પેલાં ભાઈએ ગણ્યાં તો ૨૫ રૂપિયા ૫૦ પૈસા થતાં હતાં
પેલાં વિદેશી ભાઈ હસ્યાં ને પીંકીનો હાથ પકડીને બોલ્યાં ” બેટા તે ચમત્કાર ખરીદી લીધો આખરે !!!” ચાલ મને તારા ભાઈ પાસે લઇ જા !!!!
પેલા ભાઈ જે વિદેશથી આવ્યાં હતાં તે પોતાનું વેકેશન મનાવવા ભારત આવ્યા હતા અને એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં મુખ્ય સેન્ટર જીનીવામાં બહુ મોટા અને પ્રખ્યાત ન્યુરો સર્જન હતા અને પેલા દુકાનના માલિકનોનો ખાસ મિત્ર હતા.
એમણે ઈલાજ માત્ર ૨૫ રૂપિયા અને ૫૦ પૌસમાં જ કરી દીધો ………અને એ છોકરાને સારું પણ થઇ ગયું હવે એને કોઈજ તકલીફ રહી જ નહિ !!!
ભગવાને પિન્કીને ચમત્કાર વેચી દીધો
જે છોકરી પૂરી શ્રદ્ધા અને હે આત્મવિશ્વાસથી ચમત્કાર ખરીદવા નીકળી હતી તે તેણે ખરે મળી જ ગયો !!! ઈશ્વર બધાંના જ પાલનહાર છે એમની મદદ હમેશા મળતી જ રહી છે અને મળતી જ રહેવાની છે, આવશ્યકતા છે તો શ્રધા ,અને આત્મવિશ્વાસની !!!!
ક્થામર્મ ——- બહેન આખરે બહેન જ હોય છે !!!!
– જનમેજય અધ્વર્યુ