ટાઢી સાતમ માટે સ્પેશ્યલ – ફરસી પૂરી બનાવીએ અને એ પણ મસ્ત ક્રિસ્પી

સાતમ આઠમ ના તહેવારો હોય અને ગુજરાતીઓના ઘરમાં નાસ્તા ના બનતા હોય, તો તો બહુ કહેવાય…અને એમાંય ટાઢી સાતમ એટલે ફરસી પૂરી તો હોય જ. તો ચાલો આજે ફરસી પુરી બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ..

સામગ્રી

500 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, 200 ગ્રામ ઘી, 1 ચમચી જીરુ, 1 કપ દૂધ, 50 ગ્રામ ચોખાનો લોટ, 1/2 ચમચી ખાંડેલા મરી, મીઠું, તળવા માટે તેલ.

– ૧ કિલો મેંદો
– ૪૦૦ ગ્રામ રવો
– ૧૫૦ ગ્રામ અજમો
– ૧ મુઢ્ઢી બેકિંગ પાઉડર
– અડધી ચમચી મીઠું
– સ્વાદ મુજબ તેલ
– ૧ ચમચો (મોણ માટે)
તેલ – તળવા માટે.

રીત

-સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો.
-મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો.
-તેમાં અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો.
-તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લૂઓ બનાવો.
-તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો.
-આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળીને ટેસ્ટી પૂરીનો સ્વાદ માણો

રેસીપી મોકલનાર : રાધિકાબેન

Leave a Reply

error: Content is protected !!