ચાલો બનાવીએ મકાઈનો ચેવડો – કુરકુરો હશે તો જ ભાવશે એ યાદ રહે
ચાલો સક્કરપારા પછી ફરસી પૂરી, પછી ચકરી અને આજે મકાઈ નો ચેવડો બનાવીએ. તહેવારો માં ઘર માં તો નહિ જ બેસવાના હોવ? જરૂર તો પડશે જ.
મકાઈનો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી:
- 2, 1/2 કિલો મકાઈ
- 2 કપ દૂધ
- 5 લીલાં મરચાં, કટકો અાદું
- 2 ટેબલસ્પૂન તલ
- 1 ટીસ્પૂન તજનો ભૂકો
- 1 ટીસ્પૂન લવિંગનો ભૂકો
- 1 ટીસ્પૂન મરીનો ભૂકો
- 25 ગ્રામ નાળિયેરનું ખમણ
- 25 ગ્રામ દ્રાક્ષ, 25 ગ્રામ કાજુ
- 1 ટેબલસ્પૂન ઘી
- 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા
- મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ
- તજ, લવિંગ – પ્રમાણસર
મકાઈ નો ચેવડો બનાવવાની રીત :
મકાઈને છોલી, છીણી લેવા. થોડા આખા દાણા રહ્યા હોય તો વાટી લેવા. એક તપેલીમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, મકાઈનો ભૂકો નાંખી સાંતળવો. તેમાં મીઠું નાંખી તાપ ધીમો રાખવો. મકાઈનો ભૂકો બદામી રંગનો બરાબર સંતળાય એટલે તેમાં દૂધ, હળદર, મરચું, વાટેલા અાદું-મરચાં, તલ, તજ-લવિંગ-મરીનો ભૂકો, ખાંડ, થોડું નાળિયેરનું ખમણ, દ્રાક્ષ, કાજુના કટકા અને 1 ચમચો ઘી નાંખી, ખૂબ ધીમા તાપ ઉપર સીજવા મૂકવું. દાણો બફાય અને ખીલી જાય એટલે ઉતારી લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
બસ, થઇ ગયો કુરકુરો ચેવડો તૈયાર. ગુજરાતના સૌથી પોપ્યુલર ફેસબુક પેઈજ જ્ઞાન સાથે ગમ્મત પરની આ પોસ્ટ જો તમને ગમી હોય તો જરૂર શેર કરજો.