મઠીયા – મઠના લોટમાથી બનતુ ગુજરાતીઓ નું ફેવરીટ ફરસાણ

મઠીયા એ મઠના લોટમાથી બનતુ એક ગુજરાતી ફરસાણ છે. જે સાતમ-આઠમ, દિવાળી જેવા તહેવારો મા લગભગ દરેક ઘરમા બનતુ હોય છે. મઠીયા એકદમ સરળ રીતે કઈ રીતે બનાવી શકાય એની રેસીપી વાંચીએ.

મઠીયા બનાવવા જોઈતી સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ મઠ નો લોટ
  • ૧૨૫ ગ્રામ અડદનો લોટ
  • ૧૨૫ ગ્રામ લીલા મરચા
  • ૫૦ ગ્રામ ખાંડ
  • ૨૫ ગ્રામ મીઠું
  • ૨ કપ પાણી

સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેમાં ક્રશ કરેલા મરચા ઉકાળો. ત્યારબાદ પાણી ઉકળીને ફક્ત મરચા જ તપેલીમાં રહે એટલે ગેસ બંધ કરી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો.

ખાંડ ઓગળે એટલે ખાંડ નું તૈયાર થયેલા પાણી થી જ તરતજ લોટ બાંધો. લોટ બાંધતી વખતે જ બે ચમચી મઠ નો લોટ જુદો કાઢી લેવો. લોટ એકદમ કઠણ બાંધવો.પછી તેને દસ્તા થી ટીપવો, અથવા કોથળી માં ભરી ને તેને ગુન્દવો ત્યારબાદ તેના લાંબા લાંબા વેલણીયા લુવા પાડી દોરી થી કટ કરી ગુલ્લા બનાવવા.

 

ત્યારબાદ એક વાડકી માં બે થી ચાર ચમચી ગરમ ઘી માં બે ચમચી મઠ નો લોટ ઉમેરી, તેમાં બધાજ ગુલ્લા રગદોળવા. ત્યારબાદ મીડીયમ સાઈઝ ના ગોળ પાતળા મઠીયા, વણી ,સુકાય પછી તળી લેવા.

બસ, તમારા ફેવરીટ મઠીયા તૈયાર.

ગુજરાતીઓના નંબર ૧ પેઈજ જ્ઞાન સાથે ગમ્મત પર રોજ નવી નવી વાતો લઈને અમે આવીએ છીએ, તમને જો તમારી પોસ્ટ પસંદ પડતી હોય તો જરૂર લાઈક કરજો.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

error: Content is protected !!