Mojemoj.com

Best Gujarati Blog

મેથીના ગોટા – ચોમાસાથી લઈને આખો શિયાળો બધાના ફેવરીટ

ભજીયા કહો કે ગોટા – ગરમા ગરમ અને મેથીના જ હોવા જોઈએ !! વરસાદી માહોલ તો જમાવટ સાથે ચાલુ થઇ જ ગયો છે, અને ધીરે ધીરે જતો પણ રહ્યો છે, પણ આપણે કોઈ ચિંતા નથી, હજુ તો આખો શિયાળો માથે ઉભો છે. મેથીના ગોટા લગભગ દર બીજા અઠવાડિયે ખાવા જ જોઇશે.

તો ચાલો શીખીએ કઈ રીતે ટેસ્ટમાં બેસ્ટ ગરમા ગરમ મેથીના ગોટા બનાવીશું.

મેથીના ગોટા (ભજીયા) બનાવવા જોઈતી જરૂરી સામગ્રી :-

મેથીની ભાજીના પાંદડા – 2 કપ
સમારેલ ડુંગળી – 1/2 કપ જેટલી
મીઠું – સ્વાદાનુસાર
હળદર – 1/2 ચમચી
લાલ મરચા પાઉડર -1/2 ચમચી
ધાણા પાઉડર -1/2 ચમચી
અજમો – 1/4 ચમચી
ચણાનો લોટ – 1/2 કપ
ખાવાનો સોડા – 1/4 ચમચી
તેલ – તળવા માટે
પાણી – જરૂર પડે તો

મેથીના ગોટા (ભજીયા) બનાવવાની રીત :-

સૌ પ્રથમ મેથીની ભાજીના પાંદડાને સમારી લેવા, તેમાં સમારેલ ડુંગળી, ભાજીમાં ખારાશ હોવાથી થોડું મીઠું, હળદર, લાલ મરચા પાઉડર, ધાણા પાઉડર, ચણાનો લોટ, અજમો અને ખાવાનો સોડા નાખી આ બધું મિક્સ કરવું, ભાજીમાં પાણી હોવાથી પાણીની જરૂર રહેતી નથી પણ છતાં સોફ્ટ લોટ કરવા એક થી બે ચમચી પાણી નાખી શકાય, હવે એક વાસણમાં મધ્યમ તાપે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે સહેજ હાથ પાણીમાં ભીનો કરી તૈયાર કરેલ સોફ્ટ લોટમાંથી ગોળા તૈયાર કરતા જવું અને તેલમાં નાખતા જવું, હવે તેને ધીમા તાપે જ અધકચરા તળી લેવા, થોડા ઠંડા થવા દઈ ફરી તેલ ધીમા તાપે ગરમ કરી, તેમાં ભજીયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા જેથી તે ક્રિસ્પી થાય, આ મેથીના ભાજીયાને ગરમા ગરમ ચટણી સાથે નાસ્તામાં કે જમવામાં પણ લઇ શકાય, મેથીમાં લોહ તત્વ સારા હોવાથી જો તેના ભજીયા બનાવીએ તો ટેસ્ટની સાથે તેના સારા ગુણ પણ મળે છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!