કોઈ સ્ટાર મારી સાથે કામ કરવા રાજી નહોતો….. નાનપણમાં ઘણાની ફેવરીટ હિરોઈન એવી મુમતાઝ વિશે જાણવા જેવું

૬૦ના દાયકામાં હિન્દી સિનેમામાં બે ટ્રેન્ડ એકસાથે ચાલી રહ્યા હતા. એક તો ચંબલના ડાકુઓના જીવન આધારિત ફ્લ્મિો બનતી. બીજો ટ્રેન્ડ હતો કુશ્તી અને અખાડાનો. જેમાં દારાસિંહ જેવા પહેલવાનને સમાજનો કોઈ ઠેકેદાર અન્યાય કરે તો મજબૂત શરીર અને મનોબળથી હીરો તેની સાન ઠેકાણે લાવી દેતો. આવી ફ્લ્મિોમાં હીરોઈનનું કામ માત્ર શો-પીસ તરીકે હીરો સાથે ગીત ગાવા અને રોમાન્સ કરવાનું જ રહેતું હતું. એટલે ખ્યાતનામ હીરોઈન આવી ફ્લ્મિોમાં કામ કરવાની ના પાડી દેતી હતી.

પહેલવાન બ્રાન્ડ ફિલ્મોમાં દારાસિંહની લોકપ્રિયતા નંબર વન હતી. પરંતુ દારાસિંહની ફિલ્મને હીરોઈનની હંમેશાં તંગી રહેતી. આ સ્થિતિના કારણે મુમતાઝનું સિનેજગતમાં હીરોઈન તરીકે આગમન થયું. દારાસિંહ સાથે મુમતાઝે ૧૬ ફ્લ્મિો કરી અને એમાંથી મોટાભાગની ફ્લ્મિો બોક્સઓફ્સિ પર સફ્ળ રહી. ફ્લ્મિી સફ્રની શરૂઆત વિશે મુમતાઝ એક ઈન્ટરવ્યૂમાં નિખાલસ રીતે કહે છેે, ‘હું ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે ફિલ્મોમાં કામ કરતી હતી. જરાક મોટી થઈ તો ડાન્સ શીખી એટલે એકસ્ટ્રા તરીકે કામ મળવા લાગ્યું. માત્ર પંદર વર્ષની ઉંમરે મને લીડ હીરોઈન તરીકે ‘ફૈલાદ’ ફ્લ્મિની ઓફ્ર આવી. મેં ઝટ હા પાડી દીધી. એ ફિલ્મના હીરો દારાસિંહ હતા. ફિલ્મ હિટ થઈ ગઈ અને પછી તો અમારી જોડી જામી. અમે એક પછી એક ૧૬ ફિલ્મો કરી હતી.

બહુ પાછળથી મને ખબર પડી કે દારાસિંહ સાથેની મારી પહેલી ફિલ્મ ફૌલાદ વખતે ફિલ્મ દિગ્દર્શકને કોઈ હીરોઈન મળતી નહોતી. દારાસિંહ સાથે હીરોઈન બનવા કોઈ સ્થાપિત હીરોઈન તૈયાર નહોતી. દારાસિંહ કુસ્તીના મોટા સ્ટાર હતા, પરંતુ એમની ફિલ્મો બી ગ્રેડની ગણાતી હતી. દિગ્દર્શકે મને કોઈ ફિલ્મમાં ડાન્સર તરીકે જોઈ હશે. તેમણે દારાસિંહને પૂછયુંં હતું, દારાજી, એક નઈ લડકી હૈ. બહુત ખૂબસૂરત હૈ. એકસ્ટ્રા હૈ પર હીરોઈન મેં ચલ જાયેગી, ઉસે લે લેં? દારાસિંહે તરત કહ્યું, લે લો યારા, મુઝે તો અપના કામ કરના હૈ, હીરોઈન કોઈ ભી હો! આમ મારી અને દારાસિંહની જોડી જામી હતી. જોકે એ વખતે અમે જે ફ્લ્મિો કરી તેની ગણતરી બી-ગ્રેડ ફ્લ્મિોમાં જ થતી હતી.

હું એવી ફિલ્મો જ કરતી હતી, કારણ કે મારી સાથે પણ કોઈ મોટો સ્ટાર કામ કરવા રાજી નહોતો. હું બી ગ્રેડની ફિલ્મોની હીરોઈન હતી. હું મારી જાતને કહેતી, ભલે બી ગ્રેડની, પરંતુ હીરોઈન તો છું. એકસ્ટ્રા કરતાં તો સારી સ્થિતિ છે!’

ઉલ્લેખનીય છે કે, ત્યારે દારાસિંહને એક ફ્લ્મિ માટે સાડા ચાર લાખ મળતા હતા અને મુમતાઝને એક ફ્લ્મિ માટે અઢી લાખ. જે એ સમયે મોટી રકમ કહેવાતી. મુમતાઝની બહેન મલ્લિકાએ દારાસિંહના ભાઈ રંધાવા સાથે લગ્ન કર્યા છે…

~પાર્થ દવે(મૂડ મૂડ કે દેખ, સંદેશ)

Leave a Reply

error: Content is protected !!