બહેનો…. પ્રેશર કુકરમાં રાંધતા પહેલા આ વાત તમામ ગૃહિણીઓ એ વાંચવી જરૂરી છે

શા માટે પ્રેશર કુકરમાં રાંધવું યોગ્ય નથી. એનાં કારણો જાણવા જેવાં છે.

પહેલાં તો પ્રેશર કુકર એટલે શું તે જાણીએ. પ્રેશર એટલે દબાણ. કુકર એટલે રાંધવાનું વાસણ અથવા ડબ્બો. કુકર પણ બે પ્રકારના હોય. એક સાદુ કુકર અને બીજું પ્રેશર કુકર. સાદા કુકરમાં મૂકેલી વાનગી માત્ર વરાળથી બફાય. પ્રેશરકુકરમાં રાખેલી વાનગી વરાળ ઉપરાંત દબાણથી બફાય. દબાણને કારણે વાનગી બફાવા કરતાં ગળવાની શકયતા જ વધુ હોય છે. બફાયેલી વાનગી ચઢી જાય તેથી ગળી જાય. દબાયેલી વાનગી ચઢયા વગર ગળી જાય. ચઢવાને કારણે વાનગી સુપાચ્ય બનવી જોઈએ પરંતુ પ્રેશરને કારણે ગળેલી વાનગી એટલી સુપાચ્ય ન બને. તેથી પ્રેશર કુકર કરતાં સાદુ કુકર વાપરવું સારું.

સાદા કુકરમાં વરાળથી વાનગી ચઢવાને બદલે સીધેસીધી ચઢે તે વધારે સારું. વરાળથી જલદી ચઢે, કદાચ બળતણ ઓછું વપરાય, હલાવવાની કચકચ ન કરવી પડે,નીચે ચોંટી જવાની કે ઉભરાઈ જવાની ચિંતા ન રહે એ બધું સાચું પરંતુ સીધી ચઢાવેલી વાનગીમાં વધુ પોષ્ાકતા હોય છે એ પણ એટલું જ સાચું છે. તેથી સાદુ કુકર પણ ન વાપરવું વધારે સારું. મૂઠિયાં, ઢોકળાં, પત્તરવેલિયાં, ખીચું વગેરે બાફીને બનાવવાની વસ્તુઓ ચાળણીમાં અથવા સાદા કુકરમાં મૂકીને બાફવામાં કંઈ વાંધો નથી.
આ બાબતમાં શાસ્ત્ર કરતાં પણ આપણી જીભ વધુ માર્ગદર્શક છે. સીધી બનાવેલી ખીચડી, સાદા કુકરમાં બનાવેલી ખીચડી અને પ્રેશર કુકરમાં બનાવેલી ખીચડી જુદા જુદા સ્વાદવાળી જ હોય છે. સીધી બનાવેલી ખીચડી સહુથી વધુ સ્વાદિષ્ટ હોય છે એ તો સહુના અનુભવની બાબત. છે. હા, જેણે પ્રેશર કુકરમાં બન્યા સિવાયનું કદી ચાખ્યું ન હોય એની વાત જુદી છે.

પ્રેશર કુકરમાં પણ વાનગી રાંધવાની રીત હોય છે. પ્રેશર કુકરમાં દાળ, ભાત, શાક વગેરેના ડબ્બા હોય છે. કુકરમાં પાણી નાખીને પછી ડબ્બામાં દાળ, ચોખા, શાક રાખીને તેમાં જરૂર પૂરતું પાણી નાંખીને કુકર ચૂલે ચઢાવાય છે. કુકરના ઉપરનાં ઢાંકણામાં વચ્ચે કાણું હોય છે અને એ કાણું બંધ કરવા માટે દટ્ટો(સીટી) હોય છે. કુકરનો ડબ્બો અને ઢાંકણું ચપોચપ બંધ થઈ જાય અને એમાંથી વરાળ જરા પણ બહાર ન નીકળે તે માટે વચ્ચે રબરની રિંગ હોય છે. આ રીતે ચપોચપ બંધ થયેલા કુકરમાં વરાળ બંધાવા લાગે છે. આ વરાળનું પ્રેશર થવા લાગે છે. પ્રેશર અને વરાળ બંનેથી અંદરની વસ્તુ ચઢવા લાગે છે. વરાળનું પ્રેશર જયારે વધી જાય ત્યારે ઉપરના કાણા ઉપરની સીટી ઉંચી થાય છે ને વધારાની વરાળ બહાર નીકળી જાય છે વરાળ નીકળી જાય એટલે સીટી પાછી કાણાને બંધ કરી દે છે. ફરી વરાળનું પ્રેશર વધે એટલે ફરીથી સીટી ઉંચી થઈને વધારાની વરાળ બહાર નીકળી જાય છે. પ્રચલિત ભાષ્ાામાં એને સીટી વાગી એમ કહે છે. સામાન્ય રીતે બે કે ત્રણ સીટી વાગે એટલામાં અંદરની વાનગીઓ ચઢી જાય છે.

હવે, આ કુકર એલ્યુમિનિયમનું પણ આવે છે અને સ્ટીલનું પણ આવે છે. બહારના ડબ્બા અને અંદરના બધા ડબ્બા એલ્યુમિનિયમના હોય, બહારના ડબ્બા અને અંદરના બધા ડબ્બા સ્ટીલના હોય અને બહારનો ડબ્બો એલ્યુમિનિયમના અને અંદરના સ્ટીલના એવું બને છે. સ્ટીલના ડબ્બા હોય તો ઓછું નુકશાન કરે છે, એલ્યુમિનિયમના હોય તો વધુ નુકશાન કરે છે. વળી કેટલીક ગૃહિણીઓ ડબ્બાનો ઉપયોગ કરવાને બદલે સીધે સીધા કુકરમાં જ દાળ, શાક, ખીચડી વગેરે બનાવે છે. કુકરનો ઉપયોગ આ રીતે કરવાનો હોતો નથી. એમાં ડબ્બા મૂકીને જ રાંધવાનું હોય છે.

આ બધું જોતાં કુકરનો ઉપયોગ માત્ર બળતણ અને સમય જ બચાવે છે. હલાવવાની, ન હલાવીએ તો વાનગી બળવાની, વારે વારે ધ્યાન આપવાની ચિંતા રહેતી નથી એ સાચું પણ સગવડ વધારવા જતાં સ્વાદ અને પૌષ્િટકતા બંને ઉપર એનું વિપરીત પરિણામ તો થાય જ છે.
તેથી મજબૂરી ન હોય તો વિવેકી ગૃહિણીઓએ પ્રેશર કુકરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે

– Gaurang Darji

ગુજરાત ના નંબર ૧ પેઈજ જ્ઞાન સાથે ગમ્મત પર ની આ વાત જો તમને પસંદ પડી હોય તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

 

Leave a Reply

error: Content is protected !!