Mojemoj.com

Best Gujarati Blog

RJ ધ્વનિત ના પુસ્તક Morning Mantra નું શ્રી રમેશ ઓઝાની હાજરીમાં વિમોચન

અમદાવાદ જેના અવાજ થી જાગૃત બની જાય છે એવા લોકલાડીલા RJ Dhvanit નું તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ વિટામિન She આવેલું અને ખુબ સફળ રહ્યું. ત્યાર બાદ આજે સવારે નવભારત પુસ્તક મંદિર ના સૌજન્ય થી અમદાવાદ ખાતે એમના ગુજરાતી પુસ્તક Morninig Mantra નું ભવ્ય વિમોચન થયેલ છે.

જયારે આજે સવારે પુસ્તકનું વિમોચન થયું જેમાં પાવન ઉપસ્થિતી પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, શ્રી હિમાંશુ પંડ્યા, કુલપતિ, ગુજરાત યુનીવર્સીટી, શ્રી જક્ષય શાહ, પ્રેસિડેન્ટ, CREDAI અને લોકપ્રિય લેખકો જેવા કે ડો. હંસલ ભચેચ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ શ્રી તુષાર શુક્લ શ્રી જય વસાવડા, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ વિગેરે હાજર રહેલા.

રોજ બરોજ રેડિયો પર જેમના “મોર્નિંગ મંત્ર” ખુબ લોકપ્રિય છે, અમદાવાદ જ નહિ પણ આખા ગુજરાત ના ગુજરાતીઓ ધ્વનિત નો મોર્નિંગ મંત્ર MP3 ના સ્વરૂપમાં સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહેતા હોય છે, આ અને આવા જ મોર્નિંગ મંત્ર નું પુસ્તક રૂપે વિમોચન થયું છે ત્યારે ગુજરાતીઓ ને ખાસ કરીને જે રોજ આ મંત્ર સાંભળી નથી શકતા એમને ખુબ ગમશે.

આ પુસ્તક છેલ્લા ૧ મહિના થી ગુજરાતી પુસ્તકોની લોકપ્રિય વેબસાઈટ www.dhoomkharidi.com ઉપર પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ હતું. હવે જયારે આ પુસ્તક લોન્ચ થઇ ગયું છે, આવતી કાલ થી તમામ પ્રી-બુકિંગ કરેલા ઓર્ડર્સ ડીસ્પેચ થશે અને જે કોઈને આ પુસ્તક ઘરે બેઠા જોઈતું હોય ‘કેશ ઓન ડીલીવરી’ અને બીજા ઘણા પેમેન્ટ ઓપ્શન સાથે મળી રહેશે.

આ પુસ્તક ની કીમત ફક્ત રૂ. ૨૦૦ છે અને હાલ માં ડિસ્કાઉન્ટ ને લીધે આ પુસ્તક ફક્ત ૧૮૦ રૂ. માં મળી શકશે. તમારો ઓર્ડર બુક કરવા 7405479678 નંબર ઉપર વોટ્સએપ કરો, અથવા ઓનલાઈન ઓર્ડર આપવા માટે અહી ક્લિક કરો.

જો આપ RJ ધ્વનિત ના ફેન હો તો તો તમારે આ પોસ્ટ જરૂર શેર કરવી જ રહી.

ફોટો સોર્સ: Harshendubhai Oza

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!