કુરકુરા અને મીઠા સક્કરપારા – સાતમ આઠમ માટે બનાવીએ

સાતમ આઠમ નિમિતે, અમુક રસોઈ કરવી જ પડે. અને જો તમે આ રસોઈ ના કરી શકતા હો અને બહાર થી તૈયાર લેતા હો તો ઘર જેવી મજ્જા તો નહિ જ આવે.

ગઈ કાલે ફરસી પૂરી બનાવતા શીખવાડેલું , જો કોઈએ ના વાંચ્યું હોય તો અહી ક્લિક કરો

જેને ભાવતા હોય લે લાઇક કરે અને જેને બહુ જ વધારે ભાવતા હોય તે શેર કરે
સક્કરપારા એ ઘઉંના લોટને તેલમાં તળીને બનાવવામાં આવતી વાનગી છે. સુકા ફરસાણ તરીકે નાસ્તામાં સક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. સક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.

કઈ રીતે બનાવશો મીઠા સક્કરપારા ?

સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ, અડધો કપ રવો, અડધો કપ મેંદો, મોણ માટે અડઘો કપ ઘી, દુઘ, એક ચમચી એલચી પાવડર, એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.

સક્કરપારા બનાવાની રીત :

લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. 5 મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.

તો બહેનો રાહ કોની જુવો છો, સૌ પહેલા તો આટલી સરસ રીત સમજાવવા બદલ અમારી આ રેસીપી તમારી બહેનપણીઓ સાથે શેર કરો અને પછી મસ્ત સક્કરપારા બનાવવાનું શરુ કરી દો.

મોકલનાર: શિલ્પા સોની (શારજાહ)

Leave a Reply

error: Content is protected !!