તીખા ગાંઠીયા – સાતમ-આઠમ ની તૈયારી રજાઓમાં તો પૂરી કરવી જ પડશે

છેલ્લા બે દિવસ થી સાતમ-આઠમ ના નાસ્તા બનાવવા માટે મદદ કરીએ છીએ. ઘણા બહેનો ના મેસેજ આવે છે કે હજુ વધુ વાનગીઓ બનાવવાની રીત જણાવો એટલે અમે શક્ય એટલી માહિતી આપીશું. જો તમે સક્કરપારા બનવાની રીત હજુ ના વાંચી હોય તો અહી ક્લિક કરો

ચાલો આજે આપણે શીખીએ તીખા અને લસણ વાળા ક્રિસ્પી ગાઠીયા બનાવતા

તીખા ગાંઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી

4 કપ ચણાનો લોટ
1 ચમચી પીસેલું અજમું
1 ચમચી હળદર
2 ચમચી વાટેલું લસણ
2 ચમચી લાલ મરચું પાવડર
1/2 કાળી મરી (પીસેલી)
સ્વાદ અનુસાર મીઠું
તેલ
પાણી

તીખા ગાંઠીયા બનાવવાની રીત

1) સૌ પહેલા તો એક બાઉલ માં ચણાનો લોટ લો અને તેમાં અજમું, હળદર, લસણ, લાલ મરચું, મરી નો ભુક્કો, મીઠું, તેલ (મોણ માટે વધારે નાખવું) આ બધું બરોબર મિક્સ કરીને પછી તેમાં જરૂર હોય એટલું પાણી નાખી તેનો લોટ બાંધી લો, લોટ મીડીયમ બાંધવો જેથી ગાઠીયા સહેલાઈથી નીકળે

2) એક વાસણ માં ટાળવા માટે તેલ લેવું ગેસ ચાલુ કરવો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ના મોટા મોટા ગોળા (હાથ પર તેલ લગાડી લીસા કરવા) વાળી તેને ગાઠીયા ના મશીન માં નાખી દેવું(મશીન માં પેલા નાના કાણાવાળી પત્રી નાખવી અને પછી લોટ ના ગોળા નાખવા) અને મશીન ના આટા બરોબર બંધ કરવા અને મસીનના ઉપર ની સાઈડ ના દાંડાને ગોળ ગોળ ફેરવવું જેથી લોટ દબાસે અને ગાઠીયા નીકળશે અને તે તેલ માં કાઢી તેને તળવા (તમને છુટ્ટા કાઢવા હોય અથવા જુમખો કાઢવો હોય તમને જેમ ફાવે તેમ કરવું) પછી તેને ઝારા થી હલાવવા 10 મિનીટ સુધી રાખવા અને પછી તેને કાઢી લેવા અને ગેસ બંધ કરી દેવો

બસ, પછી શું, સાતમ -આઠમ ના મેળામાં જવાની તૈયારીઓ ચાલુ કરી દો. નાસ્તા માટે તીખા ગાંઠીયા તૈયાર છે.

અને હા, જો ટાઢી સાતમ માટે ફરસી પૂરી ના બનાવી હોય તો અહી ક્લિક કરો અને જાણો ઉત્તમ રેસીપી.

Leave a Reply

error: Content is protected !!