એક નોકરી કરતી માં – દરેક વર્કિંગ વુમન ની રોજનીશી જરૂર વાંચજો

કેટલું મુશ્કેલ છે એક માં માટે તેના નાના એવા બાળક ને સૂતું મૂકી,રડતું મૂકી ને ઘર ની બહાર નીકળવું ને પોતાની જોબ પર જવું?
આ મુશ્કેલી એક માં જ સમજી શકે….
મારી સાથે જોબ કરતી માં રિધ્ધિ, કોમલ, ક્રિષ્ના બેન બધા ને જોય આ વિચાર આવ્યો છે…..

બાળક જાગે ને મમ્મી, મમ્મી કરે ,થોડી વાર રોવે,ને જ્યારે મમ્મી નહીં દેખાય એટલે ચૂપચાપ દાદી પાસે જતું રહેશે ,ને આ બાળક સમય ની પહેલા જ પરિપકવ ને જવાબદાર બની જાય છે… પણ માં પોતાના પરિપકવ બાળક ની આખો વાંચી ને ખુદ ને કહે છે કે હજી આની ઉંમર જ શું છે?

ત્યારે એમ થાય કે ખબર નથી પડતી કે એક માં આટલી હીમમ્ત ને આટલી મમતા ,આટલી તાકાત આવતી ક્યાં થી હશે ? કોઈ ને કાંઈ કહે નહીં ,બસ આંખો ભરાય આવે છે ને તેમાં જ ડૂબતી રહે છે….ને ખુદ ને કન્ટ્રોલ કરી ને એ ભરેલી આંખો ને સુકવી લે છે…
જોબ ની સાથે સાથે ઘર, પરિવાર ,સબંધ, વહેવાર પણ સાંભળવાનો….
બાળકો ના લન્ચબોક્સ થી લઇ ને પતિ ના કપડાં સુધી,
બ્રેકફાસ્ટં થી લઈ ડિનર સુધી ,
કામવાળી થી લઈ ધોબી સુધી,
વાહન ભટકાય જાય તેટલી હદે ઝડપ થી ચલાવે કે તે ઓફીસ મોડી ન પડે,
પતિ ના મૂડ ને સંભાળવા થી લઈ સાચવવા ને સુધારવા સુધી ,
કેટલું સુંદર રીતે બધું મેનેજમેન્ટ કરે છે
ને આ સાથે ખુદ ને પણ જોબ માટે વ્યવસ્થિત મેચીંગ ચાંદલા થી લઇ એરિંગ સુધી…
ને આ બધા પછી પણ મન માં ચાલ્યા કરે પલાળેલ બદામ પીસી ને નો આપી શકી તેના થી વધુ ફાયદો થાત…. તેને કશુંક ને કશુંક છુટતું જ લાગ્યા કરે….

ને આટલું જ કામ જો તે તેના પિયર માં કરે ,તો બધા જ તેની વાહ વાહ કરે,પ્રોત્સાહન આપે, સહયોગ આપે ને અથવા તો તેને ઘણા કામ માં થી મુક્તિ આપે….

આપણે ત્યાં નોકરી કરતી દીકરી અને નોકરી કરતી વહુ ના માપદંડ જુદા છે ને વહેવાર પણ…

બાળક નો નાસ્તો, જમવાનું, બધું કરી ને જાય ને આખો દિવસ એ ચિંતા માં રહે તેને ખાધું હશે કે નહીં, આવી ને પહેલો પ્રશ્ન કેમ ખાધું નથી!!?
સાચ્ચે, એક માં જયારે ઘર ની બહાર જાય છે ,ત્યારે તે બાળક થી દૂર ક્યારે પણ રિલેકસ નથી રહી શકતી….
ઘરે જાય તો બાળક નાઅસ્તવ્યસ્ત વાળ,કાપડ સવાર ના એ ના એ જ જોય ને એક સાથે ખુશી ને દુઃખ બન્ને થાય છે…
આંનદ બાળક ને જોય ને અને દુઃખ બાળક ને આ રીતે જોય ને….
પણ એક શબ્દ તે બોલતી નથી આંખો ને રોકી રાખે છે .
આ બહાર થી મજબુત દેખાતી માં અંદર થી સાવ કમજોર હોય છે.. સવાર થી અલગ પડેલું બાળક દોડી ને ગળે મળે છે ત્યારે માં ને તો આખી દુનિયા ની કાયનાત નો આંનદ તેને મળી જાય છે ,આવું સુખ તેને કોઈ સ્વર્ગમાં પણ નો મળે, આ એક જ ક્ષણ એવા સુકુન ની હોય છે જાણે સદી પસાર થઇ ગઈ હોય.
કયારેક કયારેક વિચાર આવે કે પુરુષો જે આટલા રિલેક્સ રહી શકે છે પરિવાર અને બાળકો માટે તે માં બહુ મોટો ફાળો સ્ત્રીઓ નો છે.
એક પુરુષ ઓફીસ થી પાછો આવે તો કેટલી જગ્યાએ ચા પી ને,પોતાના મિત્રો ની સાથે ગપ્પા મારી ,આનન્દ થી નિરાંતે ઘરે આવે
ને આવી જ નોકરી કરતી સ્ત્રી કામ પૂરું કરી આમ મારતી ગાડી એ, ઘરે આવે પોતાના બાળક પાસે પોંહચી જાય ને બાળક ને વ્હાલ કરતી વખતે જ રસોડાના કામ ને ઘર ની સ્થિતિ તેને ત્રાંસી નજરે જોય રહી હોય છે.
સ્ત્રી ને પણ ગમે છે બહાર જઇ પોતાના ફેન્ડસ સાથે વાતો કરવી,ચા પીવી પણ પોતાના બાળક સુધી પોહચવાની અધીરાય તેને જગતભર ના સુખ ને એક બાજુ કરી દે છે

માનું છું કે આ બધા સનઘર્ષો તેના બાળક ને તેના ભવિષ્ય માટે છે, બધા ને એવું લાગે કે આ “working women” પાસે કેટલું બધું, તેને જલસા, પણ આ બધા ની સાથે કેટલું બધુ છૂટી જાય તેની પર નજર ખરી?
આ સ્થિતિ પર સમાજ ની દરેક વ્યક્તિ નજર નાખે તેવી ઇચ્છા ને અપેક્ષા….

— @નેહલ_ગઢવી

Leave a Reply

error: Content is protected !!