Mojemoj.com

Best Gujarati Blog

નવરાત્રિના 9 દિવસ આ 9 ભોગ ચઢાવવાથી મળશે આ 9 જાતના સુખ

માં દુર્ગાની ભક્તિ બધી ઇચ્છઓને પૂર્ણ કરનાર માનવામાં આવે છે. વિશેષ પ્રકારે નવરાત્રીમાં દેવીપૂજા કામનાસિદ્ધિ માટે માનવામાં આવે છે.

આ મહા માસની ગુપ્તનવરાત્રીમાં નવ દિવસ એક સરળ ઉપાય કોઈપણ ભક્ત દેવીની આ સામાન્ય પૂજા કરે તો તેના જીવન સાથે જોડાતી 9 મહત્વની ઈચ્છા પૂરી થઈ જાય છે.

આ ઉપાય છે –નવદુર્ગાના નવ રૂપોને અલગ-અલગ દિવસે નવ પ્રકારના વિશેષ ભોગ અર્પણ કરવા. દિવસ અનુસાર સ્નાન કરી નવદુર્ગાની મૂર્તિની સામે ધૂપ-દીપ કરી ફૂલ, ચોખા ચઢાવી નીચે દિવસ પ્રમાણે બતાવવામાં આવેલ વિશેષ ભોગ ચઢાવવો –

પહેલા દિવસ– ગાયનું ઘી, ફળઃ- સારી તંદુરસ્તી

બીજો દિવસ– શાકર, ફળઃ- લાંબુ આયુષ્ય

ત્રીજો દિવસ– દૂધ કે દૂધની વાનગી, ફળઃ- કષ્ટ અને પીડાથી મુક્તિ

ચોથો દિવસ– માલપુઆ, ફળઃ- બુદ્ધિ અને વિવેક

પાંચમો દિવસ– કેળા, ફળઃ- નિરોગી શરીર

છઠ્ઠો દિવસ– મધ, ફળ – સારું વ્યક્તિત્વ, સૌંદર્ય

સાતમો દિવસ– ગોળ, ફળ- સંકટનો નાશ

આઠમો દિવસ– નારિયળ, ફળ – સંતાન સુખ

નવમો દિવસ– તલ, મૃત્યુ અથવા કાળથી રક્ષા

બસ ત્યારે, આજથી શરુ થતી નવરાત્રી મંગલમય રહે તેવી શુભેચ્છાઓ.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!