પ્રેમ અને મીઠાશથી ભરેલા ચુરમા ના લાડુ બનાવતા શીખવશે સીમાબેન ઉપાધ્યાય
ગુજરાતી હોય અને ચુરમાના લાડુ ના ભાવતા હોય એવું તો લગભગ જ કોઈ હશે. ચુરમાના લાડુ બનાવવાની ખુબ જ સરળ અને બેસ્ટ રેસીપી આપણને સીમાબહેને મોકલી છે.
સામગ્રી :
- ૨૫૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
- ૨૫૦ ગ્રામ ગોળ
- ૨૫૦ ગ્રામ ઘી
- ૧૦૦ ગ્રામ તેલ
- એલચી
- ખસખસ
બનાવવા ની રીત :
- લોટ માં ૪ ચમચી તેલ નાંખી એકદમ મિલાવી ગરમ પાણી થોડું થોડું લઇ મુઠીયા વાળો..
- એક લોયા માં તેલ અને ઘી મીક્ષ કરી ગરમ કરવા મુકો .
- મુઠીયા ને એકદમ ધીમા તાપે તળો.
- brown કલર ના થાય એટલે નીતારી ને કાઢી લો.
- બધાં મુઠીયા તળાય ગયા પછી તેનો ઝીણો ભૂકો કરી લ્યો .
- ગોળ ને ઝીણો સુધારી લો.
- એક પહોળા વાસણ માં ઘી ગરમ કરવા મુકો
- ગોળ ને તેમાં નાંખી ધીમા તાપે હલાવો .
- ગોળ ની પાઈ સરસ થઇ જાય એટલે લોટ ના તૈયાર કરેલા ભૂકા માં મિલાવી દ્યો
- એલચી બારીક પીસી ને નાંખો
- જરૂર જણાય તો થોડું ઘી ગરમ કરી ને નાંખવું
- હવે હાથે થી ગોળ લાડુ વાળતા જાવ .
- તેના પર ખસખસ લગાવી સજાવો.
- લાડુ સાથે ભજીયા જમાડી બધાં નું દિલ જીતી લો..
લાડૂ જમવા માટે તૈયાર થઈ જાઓ. અને હા, લાડુ ની રેસીપી વાંચીને જ મોં માં પાણી આવી ગયું હોય તો ફટાફટ લાડુ બનાવો અને બીજી સહેલીઓ સાથે પણ આ રેસીપી શેર કરો.
– સીમા ઉપાધ્યાય