કઈ રીતે જાતે બનાવશો આ નેચરલ ફેસપેક – Instant રૂપાળા થવાનો રસ્તો
આજના જમાનામાં ફેશનનું ખાસ મહત્વ રહ્યું છે. તેમાં પણ ગોરા દેખાવું તે આજના જમાનાના યુવકો અને યુવતીઓ માટે બહુ જ અગત્યની વાત છે. અત્યાર સુધી તો માત્ર યુવતીઓ જ પોતાના ચહેરાને ખાસ આકર્ષક બનાવવાના પ્રયત્નો કરતી હતી પરંતુ ધીમે-ધીમે છોકરાઓ ને પણ ગોરા દેખાવાનો સ્ટાઈલથી રહેવાનો શોખ જાગ્યો છે. ગોરા દેખાવા માટે આજની પેઢી ફેસ પેક, ફેસવોસ, બ્રાન્ડેડ કંપનીના ક્રીમ, જેવી ખાસ વસ્તુનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ આ મોંઘીદાટ વસ્તુના વપરાશ પછી પણ તે ગોરા થઇ સકતા નથી પરંતુ અહીં અપાયેલ આ નેચરલ ઉપાય દ્વાર ગોરા દેખાઈ શકાશે. ગોરા થવાનો આ ઉપાય આયુર્વેદિક હોવાથી તેની આડ-અસર પણ નહિ થાય અને ખર્ચ પણ ઓછો થશે.
ફેસપેક બનાવવાની રીત…
સૌ પહેલા 5-7 બદામ લીધા બાદ તેને આખી રાત ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. સવારે બધી બદામને એક વાસણમાં લઇ તેની છાલ ઉતારીને તેને ક્રસ કરો. ત્યારબાદ એક ઈંડું લઇ ઈંડાની જર્દીને સફેદવાળા ભાગથી અલગ કરી દો. એક પાત્રમા પેટ્રોલીયમ જેલીને ઓગળીને તેને ઠંડી કરો. પેટ્રોલીયમ જેલી ઠંડી થયા બાદ ક્રસ કરેલ બદામની પેસ્ટ અને ઈંડાને જેલીમાં ઉમેરી યોગ્ય રીતે મિક્સ થાય ત્યા સુધી બરાબર હલાવો. ત્રણેયનુ મિશ્રણ તૈયાર થયા બાદ તેમા મધ નાખીને ફરીથી મિક્સ કરો. આ રીતે તૈયાર તમારૂ ફેસપેક તૈયાર છે.
આ ફેસપેકનો ઉપયોગ કેવી રીતે કરશો?
- સૌથી પહેલા તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લાધા બાદ પેકને ચહેરા પર યોગ્ય રીતે લગાવી દો.
- ફેસપેક સુકાઇ જાય પછી ચહેરા પર થોડો પાણીનો છંટકાવ કર્યા બાદ એનાથી માસ્ક ઢીલું પડી જશે. પછી થોડીવાર આંગળીઓથી ગાલ પર 5 મીનીટ મસાજ કરો.
- હવે થોડા હૂંફાળા પાણીથી ચહેરાને બરાબર ધોઈ લો. બાદમાં ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરાના છિદ્ર પૂર્ણ રીતે ખુલી જશે અને છિદ્રમા રહેલ મેલ નીકળી જશે.
- ત્યારબાદ રૂના પુમડાને ગુલાબજળમાં પલાળી ચહેરા પર ફેરવો. તેનાથી ચહેરો ક્લીન થશે અને ચહેરા પર ગોરાપણું આવશે.
સોર્સ: વી ટીવી