Mojemoj.com

Best Gujarati Blog

રસોડુ સાફ તો સ્વાસ્થ્ય પણ સાફ – આ કિચન ટીપ્સ જરૂર વાંચજો

રસોઇ કરતી વખતે થોડું ઘણું ખાદ્યધાન રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય છે જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગ ચોંટે છે.

અહી ગૃહિણીઓને ઉપયોગી થાય તેવી કિચન સાફ રાખવાની થોડી ટીપ્સ આપી છે. આ ટીપ્સના ઉપયોગથી કિચનને ટીપટોપ રાખવામાં ગૃહિણીઓને ચોક્ક્સ મદદ થશે.

તો રાહ શેની જુઓ છો?, નીચે આપેલી ટીપ્સ વાંચો અને આજે જ અજમાવો તમારા કિચન પર…

કિચનને ટીપટોપ રાખવાના સરળ ઉપાયો:

  • રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.
  • પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ ખાધેલી થાળી કે પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવીએટલું જ નહીં સિન્કમાં રાખેલા વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિન્કની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.એઠા વાસણોને રાખવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા જેથી સિન્કમાં એંઠવાડ પડવાની શક્યતા ન રહે. એંઠા વાસણો લાંબા સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને રાખવા અથવા તો સાદા પાણીથી વીછળીને રાખવા.
  • રસોડામાં રોજના વપરાશમાં આવતા વિદ્યુત ઉપકરણોને કેબિનેટમાં વ્યવસ્થિત રાખવા. જેથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાય અને વિદ્યુત ઉપકરણો પણ સ્વચ્છ રહે.
  • રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનંિગ ટેબલ પર ઢોળાયુ ંહોય તો તરત જ લૂછી નાખવું. પરિવારના એક સભ્યને આ કામ સોંપી દેવું.
  • શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
  • બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
  • શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.
  • દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.
  • રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનંિગ રૂમમાં ફિનાઇલનું પોતુ ંકરવું.
  • રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.
  • કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.

ફેસબુકની સૌથી લોકપ્રિય કોમ્યુનીટી એટલે કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ ટીપ્સ વાંચી રહ્યા છો. જો આપને આ ટીપ્સ પસંદ આવી હોય તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!