શ્રી જ્યોતિબેન અશોકભાઈ ખત્રી પુણે થી લખે છે…
તેમની વહુને 6 મહિનાથી પેટમાં દુ:ખવાની તકલીફ હતી. અંતે પૂ.બાપાને મનથી યાદ કરી પરચો છપાવવાની માનતા રાખી. પૂ.બાપાની કૃપાથી વહુને પેટના દુ:ખાવામાં સારૂં થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન.
શ્રી જયવંતલાલ એમ. કાપડીયા કેનેડા થી લખે છે…
તેમને ત્યાં તેમની પુત્રવધુનું ઘણા વર્ષોથી પારણું બંધાતું ન હતું. છેવટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમને ત્યાં જોડીયા બાળકો થયા છે. અને પારણું ઝૂલતું થયું છે. પૂ.બાપાની અસીમ કૃપા અમારા પર અને અમારા પરીવાર પર કાયમ બની રહે તેવી આશા રાખું છું. પૂ. શ્રી જલારામ બાપાના ચરણોમાં લાખ લાખ વંદન…
શ્રીમતી અલ્કાબેન એન. દવે ગીર-ગઢડા થી લખે છે… તેમની પૌત્રી ચિ. દિવ્યાને ન્યુમોનિયા તાવ આવતા તેની સ્થિતી ગંભીર થઈ ગઈ હતી. ઘણા ડોક્ટરોની દવા પછી પણ સારૂં ન થતાં ગંભીર સ્થિતીમાં તેને રાજકોટ લઈ જવામાં આવી હતી. ત્યાં સીવીલ હોસ્પિટલમાં આઈ.સી.યુ. યુનિટમાં ઓક્સીજન ઉપર રાખવામાં આવેલ. ત્યારે તેમણે અને તેમના પુત્ર ગીરીશે શ્રધ્ધાપૂર્વક બાપાની મૂર્તિ સમક્ષ માથું નમાવીને બન્નેએ પરચો છપાવવાની તથા બાપાને પગે લગાડવાની માનતા માનેલ. પૂ. જલારામ બાપાએ તેમની લાજ રાખી. તેમની પૌત્રી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછી આવી ગયેલ છે. પૂ. શ્રી જલારામ બાપાને લાખ લાખ વંદન….
શ્રી બી. એફ. પાદરીયા રતનપુર થી લખે છે… તેમની દીકરીને લગ્નના પાંચ વર્ષ ઉપર થયા હતા. આ સમયમાં તેને બે કસૂવાવડ થઈ ગઈ હતી. દીકરીને સારૂં સંતાન અવતરે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી મનથી પ્રાર્થના કરી પૂ.બાપાની દયા દ્રષ્ટિથી દીકરીને સારૂં સંતાન પ્રાપ્ત થયું. અને નોર્મલ ડીલેવરીથી કન્યારત્નની પ્રાપ્ત થઈ. મા- દીકરી બંન્નેની તબિયત એકદમ સરસ છે. પૂ.બાપાને કોટિ કોટિ વંદન.
શ્રી શૈલેષભાઈ પારેખ મુંબઈ થી લખે છે… તેમની તબિયત અચાનક જ બગડી જતાં પૂ. જલારામ બાપાને યાદ કરી પ્રાર્થના કરતાં તુરંત જ સારું થઈ ગયું. ઉપરાંત તેમની તબિયત ખરાબ થતાં ડોક્ટરે તેમને અનેક રિપોર્ટ કરાવવાનુે કહેલ આ બધાં જ રિપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતાં તેમના બધાં જ રિપોર્ટ નોર્મલ આવ્યા. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમની પત્નીના બધાં જ મેડીકલ રિપોર્ટ અને તેમની પુત્રીના બ્લડના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાને કોટિ કોટિ વંદન.
સંકલન – રૂપેશભાઈ સોર્સ: જલારામ જ્યોત