ભાઇબીજ – બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો બહેનનો પોકાર કેટલો વાસ્તવિકતાની ઢબે વણ્યો છે….!ભાઇબીજ એટલે ભાઇ અને બહેનના ભાવભર્યા મિલનનો એક સદાબહાર અવસર.એક જાતનું રક્ષાબંધન […]
Month: October 2017
વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ – ગોવર્ધન પૂજા અને અન્નકુટ
સુંદર છે પ્રભાત,આજે નૂતન વર્ષાભિનંદન ભેટો ભુલીને જાતપાત,આજે નૂતન વર્ષાભિનંદન ! દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ.નવા વર્ષના શુભારંભનો દિવસ એટલે બેસતું વર્ષ….! વિક્રમ સંવતના આરંભનો દિવસ એટલે બેસતું વર્ષ….!આજનો દિવસ એટલે જનજનમાં ગઇ ગુજરી ભુલીને પ્રેમથી એકબીજાને સ્નેહભર્યાં “જય શ્રીકૃષ્ણ” કહીને નવા વર્ષની રંગીન શરૂઆત કરવાનો દિવસ.નૂતન વર્ષાભિનંદન એટલે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ […]
દિવાળી – તહેવારનું મહત્વ અને વાંચવા જેવો ઈતિહાસ
ભારતવર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી…!હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે,પરંતુ દિવાળી એ તો ખરેખરો “મહાન તહેવાર” છે.દિવાળી એ ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી,વર્ષના ૩૬૫ દિવસનું સરવૈયું છે અને આવતા ૩૬૫ દિવસ માટેની અદમ્ય ઉત્સાહભરી તૈયારી છે…!દિવાળી એક પ્રકારનો “બફર ઝોન” છે.આજના દિવસે જ મહાલક્ષ્મીપૂજન,ચોપડાપૂજન,ધાન્યપૂજન અને ઇત્યાદિ ઘણી જ […]
નિયમિત ખજુર ખાવાથી થતા અઢળક ફાયદાઓ – બાળકોનો અદ્ભુત વિકાસ
મોટેભાગે પરદેશથી આયાત થતી ખજૂર શિયાળામાં આપણા ઘરઘરની મહેમાન બનતી હોય છે અને તેમાંય તે ઉત્તરાયણ અને હોળીના પર્વમાં તેનું મહાત્મ્ય ઘણું વધારે હોય છે. કેવળ ઠંડીના ચાર મહિના જ તેનો લાભ લેવાની તક હોવાથી શિયાળામાં તેનું સેવન કરી લેવાનું સૌને મન થાય તે સ્વાભાવિક છે. બીજી તરફ ધોમધખતા તડકાથી બારેમાસ તપતા રહેતા રણપ્રદેશને કુદરતે […]
કાળી ચૌદશના દિવસે રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો હતો – વાંચો કથા
નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો. સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ […]
દાદાનું ઘર….. વિખાઈ રહેલા પરિવાર વચ્ચે ઉભેલું સ્નેહનું ઝરણું
પ્રેગનન્સી દરમિયાન થોડી કાળજી લેવાથી નોર્મલ ડીલીવરી ના વધુમાં વધુ ચાન્સ
નોર્મલ ડિલિવરી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો : પ્રસુતિ (ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ઘણી આંટી-ઘૂટી સામેલ છે. ઘણીવાર આ ક્રિયા સહજ કુદરતી રીતે થઈ શકે તેવુ ન હોય કે શિશુને કે માતાને જોખમ હોય તો તબીબી નિષ્ણાંતો શિશુને માતાના પેટ અને બાદમાં ગર્ભાશય પર કાપો મૂકીને એક શસ્ત્ર ક્રિયા દ્વારા બાહર […]
આ વર્ષે પેલા સુરત વાળા સવજીભાઈ નું બોનસ શું હશે? – ચાલો તપાસ કરીએ
સુરતઃ છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓને કાર, ઘર અને જ્વેલરી આપનાર ડાયમંડ કિંગે આ વર્ષે કર્મચારીઓની પરિવારની મહિલાઓને દીવાળી બોનસ આપ્યું છે. કર્મચારીઓની પરિવારની મહિલાઓને હેલમેટ અને એક બેગ આપવામાં આવી છે. બાદમાં મહિલાઓએ હેલમેટ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. 7 હજાર કર્મચારીઓની મહિલાઓને અપાયા હેલમેટ હરિકૃષ્ણ […]
એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! વાંચવા જેવું!
એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! યસ, આપણે સુપરસ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ. ઉપરના શબ્દોથી અનેક સવાલો તમારા દિમાગમાં ધૂમરાઇ ગયા હશે, પણ એ શબ્દો અક્ષરશ: સાચા છે. વેલ, આવી થોડીક વધુ આશ્ચર્યજનક વાતો તમને સડસડાટ કહી દઈએ. આમિર ખાને તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બેકસ્ટેજથી કરી હતી […]
પરિણીતી ચોપરા એ ગુજરાતીમાં કેમ કહ્યું “મારા વ્હાલા ભાઈઓ અને બહેનો?”
દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં પુરજોશે એક તરફ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ બોલીવુડમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. આજકાલ પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે બોલીવુડના સિતારાઓ નવી નવી યુક્તિઓ અજમાવતા હોય છે. બૉલીવુડ ફિલ્મનો સીધો સંબંધ હંમેશા ગુજરાત સાથે રહ્યો છે અને એટલે જ આજકાલ બોલીવુડમાં ગુજરાતી ટ્રેન્ડ જોવા […]