આ વર્ષે પેલા સુરત વાળા સવજીભાઈ નું બોનસ શું હશે? – ચાલો તપાસ કરીએ
સુરતઃ છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓને કાર, ઘર અને જ્વેલરી આપનાર ડાયમંડ કિંગે આ વર્ષે કર્મચારીઓની પરિવારની મહિલાઓને દીવાળી બોનસ આપ્યું છે. કર્મચારીઓની પરિવારની મહિલાઓને હેલમેટ અને એક બેગ આપવામાં આવી છે. બાદમાં મહિલાઓએ હેલમેટ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

7 હજાર કર્મચારીઓની મહિલાઓને અપાયા હેલમેટ
હરિકૃષ્ણ એક્ષ્પોર્ટસ દ્વારા આ વર્ષે વુમન સેફ્ટી હેલમેટ વિતરણ અને ટ્રાફઇક જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓના પરિવારની 7 હજાર જેટલી મહિલાઓને સેફ્ટી માટે હેલમેટ આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ એક વિશાળ રેલી ઈચ્છાપો(હજીરા)થી નીકળી હતી. જે હરિકૃષ્ણની સિમાડા સ્થિત ફેક્ટરી સુધી પહોંચીને ટ્રાફિક જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ રેલીમાં કર્મચારીઓના બાઈકની પાછળ તેમના પરિવારની મહિલાઓએ બેસીને હેલમેટ પહેર્યા હતાં.
કર્મચારીના પત્નીના મોતથી આવ્યો વિચાર
મહિલાઓને હેલમેટની જરૂરીયાત અંગે કંપનીના એમડી સવજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં દરેક કર્મચારીઓને ફરજીયાત હેલમેટ પહેરવાનો નિયમ છે. જેથી છેલ્લા 17 વર્ષથી એક પણ કર્મચારીઓનું એક્સિડન્ટમાં મોત થયું નથી. પરંતુ થોડા સમય અગાઉ એક કર્મચારી તેની પત્ની સાથે મોપેડ પર જઈ રહ્યો હતો. ત્યારે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં કર્મચારી તો હેલમેટના કારણે બચી ગયો પરંતુ તેની ધર્મપત્નીનું મોત થયું હતું. જેથી કંપનીએ નક્કી કર્યુ છે કે, કર્મચારીઓની જેમ જ તેમના પરિવારની મહિલાઓના રક્ષણ માટે હેલમેટ આપવામાં આવે. અને આમ પણ રોડ અકસ્માતને જોતા આ પરિવર્તન દરેકે કરવાની જરૂર છે. મોપેડ, બાઈક પર દરેક હેલમેટ ફરજીયાત પહેરવા જોઈએ એ આપણી સલામતી માટે છે.
ટ્રાફિક જાગૃતિ રેલી ઈચ્છાપોરથી નીકળી સિમાડા સુધી
કર્મચારીઓ અને તેમના પરિવારની મહિલાઓ સાથેની ટ્રાફિક જાગૃતિ રેલી ઈચ્છાપોર એચ કે હબથી અડાજણ સરદાર બ્રીજ પરથી રંગીરોડ ત્યાંથી સ્ટેશ થઈ વરાછા મેઈન રોડ પરથી સરથાણા સ્થિત એચ કે કેમ્પમાં પહોંચી હતી. 7 હજાર બાઈક પાછળ મહિલાઓ હેલમેટ પહેરીને બાઈકમાં મહિલા સુરક્ષા અંગે સંદેશો આપ્યો હતો.