Mojemoj.com

Best Gujarati Blog

દહીંને ફટાફટ અને ઘટ્ટ બનાવવાનો અદ્ભુત નુસખો અજમાવવા જેવો છે

રસોડામાં એવી ઘણી જરૂરિયાત એકદમ થઈ જાય છે ધારો કે તમારે દહીંની તાત્કાલિક જરૂરિયાત પડે તો શું કરશો કે પછી વધારે ટામેટાનો સંગ્રહ કઈ રીતે કરશો આવા અનેક પ્રશ્નોના જવાબ તમને અહીં આપવામાં આવ્યાં છે તે જોઈએ.

-એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.

-ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય, તો સૌ પ્રથમ એનો રસ કરી એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.

-ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પૂરી, પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.

-પુલાવ બનાવતી વખતે ચોખા અડધાપડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો. પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.

-પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે 1:5ના પ્રમાણમાં એમાં સોયાબીન દાણા ઉમેરો.

-બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલાં તેમાં છાપાંના (ન્યૂઝપેપર) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં.

-રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.

સોર્સ: સંદેશ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!